કૃષિ કાયદાની વિરુદ્ધ માં 200 મહિલાઓ ટ્રેક્ટર લઈને આવશે દિલ્હી ઘડાયો નવો પ્લાન.

187

આંદોલન કરી રહેલા ખેડૂતોએ જાહેરાત કરી હતી કે જો તેમની માગ સ્વીકારવામાં નહીં આવે તો 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસે દિલ્હી તરફ ટ્રેક્ટર રેલી લઈને આવશે.પ્રજાસત્તાક દિવસની તૈયારીઓ માટે તેમને આજે દિલ્હી ની સરહદ રિહસલ ટેક્ટર રેલીનું આયોજન કર્યું હતું.

અહેવાલો મળી રહ્યા હતા કે હરિયાણાના જીંડ જિલ્લાના સફા ખેરી, ખાટકર અને પલ્લાન ગામની આશરે 200 મહિલાઓ ટેકટર કેવી રીતે ચલાવવું તેની તાલીમ લઈ રહી હતી. ટ્રેક્ટર ચલાવવા ની મહિલાઓને તાલીમ અપાઈ રહી છે એમ જીંદ સ્થિત કિસાન.

એકતા મહિલા મંચના પ્રમુખ સિકીમ નેન શિબકાંતે કહ્યુ હતુ.તેમણે કહ્યું હતું કે કેટલીક મહિલાઓ પોતાના ખેતરમાં પહેલેથી જ ટ્રેક્ટર ચલાવે છે, પરંતુ રસ્તા પર ચલાવવાનો તેનો અનુભવ નથી અને અમે ઈચ્છીએ છીએ કે આ મહિલાઓ કોઈની પણ મદદ વગર.

26 જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસે દિલ્હીમાં ટ્રેક્ટર લઈને આવે.એમ તેમને કહીને ઉમેર્યું હતું કે અનેક ગામડાઓ અમને આ કામમાં મદદ કરે છે.મોદી સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે શુક્રવારે મંત્રના થવાની છે પણ ખેડૂત આગેવાનોનો મુંડ જોતા મંત્રણામાં કોઈ ઉકેલ આવવાની શક્યતા દેખાતી નથી.

ખેડૂત આગેવાનોએ પ્રજાસત્તાક દિવસે દિલ્હી કૂચની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ખેડૂત આગેવાનો એક લાખ ટેકટર ની રેલી કાઢીને દિલ્હી તરફ કૂચ કરશે. પ્રજાસત્તાક દિવસની દિલ્હી કૂચ માટે 1 લાખ ત્રિરંગા ધ્વજ નો ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!