કોરોના સંકટ વચ્ચે ઊભી થયેલી આર્થિક સ્થિતિ વચ્ચે ભારત જ નહીં દુનિયાભરમાં લોકોએ સોનામાં રોકાણ પર સૌથી વધારે વિશ્વાસ કર્યો છે. આ કારણથી રોકાણકારોની જબરદસ્ત ખરીદી ના આધારે જ ઓગસ્ટ 2020 માં સોનાના ભાવ રેકોર્ડબ્રેક સ્તર પર પહોંચી ગયા હતા.
સોનાએ 2020 દરમિયાન રોકાણકારોને જબરદસ્ત નફો કરાવ્યો હતો.દિલ્હી બજાર માં 7 ઓગસ્ટ 2020 માં સોનાં ની કિંમત 57,008 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સર્વોરચ સ્તર પર પહોંચી ગઈ હતી.
જેમ જેમ કોરોના વેકશીન અંગે સારા સમાચાર આવી રહ્યા છે તેમ-તેમ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે.સોનાના ભાવમાં 7 ઓગસ્ટ 2020 થી 26 માર્ચ 2021 સુધીમાં 12,927 ઘટાડા સાથે 44,081 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે.
ત્યારે ચાંદી 7 ઓગસ્ટ 2020 ના રોજ 77,840 રૂપિયા કિલો પર હતી,જે ગત શુક્રવારના 13564 રૂપિયા ઘટી 64276 રૂપિયા પર પહોંચી ગઈ છે.
સોનાં ચાંદીના ભાવમાં વધારો ઘટાડો થવાના કારણે રોકાણકારોમાં આશ્ચર્ય છે.કેટલાક રોકાણોકારો તેમની પાસે રહેલા ગોલ્ડ ને વેચવું અથવા હોલ્ડ પર રાખવું તેને લઈને મૂંઝવણ માં છે.
આવો જાણીએ કે આવનારા સમયમાં સોનાં નું વલણ કેવું હોય શકે છે.હાલ માં સોનાનું રોકાણ કરવું સલામત રહેશે એટલે રોકાણકારો આ તકનો લાભ લઈને લાંબા ગાળા માટે રોકાણ કરી મજબૂત નફો મેળવી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment