મોટા રાહતના સમાચાર : પાંચ દિવસ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાને લઈને આવ્યા અત્યંત મહત્વના સમાચાર.

Published on: 9:33 am, Tue, 30 March 21

આજરોજ પાંચ દિવસ બાદ પેટ્રોલ 22 પૈસા અને ડીઝલ 23 પૈસા સસ્તુ થયું છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 90.56 રૂપિયા છે જ્યારે ડીઝલનો ભાવ 80.87 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલ ની કિંમત 96.98 રૂપિયા છે તો ડીઝલની કિંમત 87.96 રૂપિયા પ્રતિ લીટર છે.

આ રીતે કલકત્તામાં પેટ્રોલ નો ભાવ 90.77 રૂપિયા છે અને ડીઝલનો ભાવ 83.75 રૂપિયા છે.આપને જણાવી દઇએ કે પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઇડ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડિયા બાદ તેના ભાવ બે ગણા થઈ જાય છે.

વિદેશી મુદ્રાની સાથે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડના ભાવ શું છે તેના આધારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર થતા હોય છે. આ માપદંડો ના આધાર પર પેટ્રોલ અને ડીઝલ રેટ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે. ડીલર પેટ્રોલ પંપ ચલાવનારા લોકો છે.

તે પોતાને રિટેલ કિંમત પર ઉપભોક્તાઓને અંતમાં ટેકસ અને પોતાના માર્જિન ને જોડ્યા બાદ તેઓ પેટ્રોલ વેચે છે.આપને જણાવી દઇએ કે પેટ્રોલ-ડીઝલના ભાવો જ રોજ બદલાય છે.

અને સવારે છ વાગ્યે અપડેટ કરવામાં આવે છે. તમે એસએમએસ દ્વારા પેટ્રોલ અને ડિઝલના દરરોજના ભાવ જાણી શકો છો.

ઇન્ડિયન ઓઇલ ના ગ્રાહકો RSP સ્પેસ પેટ્રોલ પંપ નો કોડ 9292992249 પર લખીને માહિતી મેળવી શકે છે અને બીપિસીએલ ગ્રાહકો RSP લખીને 9223112222 પર માહિતી મોકલી શકે છે અને કિંમત જાણી શકો છો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મોટા રાહતના સમાચાર : પાંચ દિવસ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાને લઈને આવ્યા અત્યંત મહત્વના સમાચાર."

Leave a comment

Your email address will not be published.


*