સુરત શહેરમાં કોરોના નું સંક્રમણ વધતા તંત્ર દ્વારા લેવાયો અત્યંત મહત્વનો નિર્ણય,લાગુ કરાઈ આ કલમ

199

ગુજરાત રાજ્યમાં દિવસે ને દિવસે કોરોના ના કેસો માં વધારો થઈ રહ્યો છે અને એમાં આજે રાજ્યમાં રેકોર્ડબ્રેક કેસો નોંધાયા હતા.કોરોના ના કેસો નો આંકડો આજરોજ 2000 ને પાર પહોંચી ગયો હતો.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ 2252 કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા હતા અને 1731 દર્દીઓ રિકવર થયા હતા.સુરત શહેર પોલીસ કમિશનરે જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે.

તેમજ સરઘસ કાઢવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ જાહેરનામું 13 એપ્રિલ સુધી લાગુ કરવામાં આવશે. સુરતમાં ચારથી વધુ લોકો એકત્ર થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

કોરોના મહામારી ને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં સતત કોરોનાવાયરસ ના કેસો વધી રહ્યા છે.

એમાં પણ સુરત અને અમદાવાદમાં અત્યંત કેસો આવતા સુરત શહેરમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.કોરોના સંક્રમણ રોકવા માટે સુરતીઓએ તંત્ર ને સાથ આપ્યો હતો.

તંત્ર દ્વારા કરાયેલી સૂચના નું સુરતીઓ દ્વારા પાલન કરાયું હતું.સુરત માં લોકોએ બહાર નીકળવાનું ટાળ્યુ હતું.સુરત મહાનગર પાલિકા કમિશનર લોકોને ધૂળેટી ન રમવા અપીલ કરી હતી અને સુરતના રોડ રસ્તા અને શેરીઓ સૂમસામ જોવા મળી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!