કોરોના મહામારી વચ્ચે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ૯ થી ૧૨ સુધીના વર્ગખંડમાં લઘુતમ સંખ્યામાં ફેરફાર કરવામાં આવ્યો છે. ધોરણ ૯ થી ૧૨ સુધીના વર્ગખંડમાં હવે શહેરી વિસ્તારમાં શાળાના વર્ગમાં લઘુત્તમ સંખ્યા ૨૫ કરવામાં આવી છે જયારે ગ્રામીણ વિસ્તારમાં તેની સંખ્યા ૧૮ કરવામાં આવી છે.
હવેથી શહેરી વિસ્તારમાં ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓની સંખ્યા ૨૫ અને ગ્રામીણ વિસ્તારમાં ૧૮ હશે તો વર્ગ બંધ નહીં થાય. શિક્ષણ વિભાગના આ મહત્વપૂર્ણ નિર્ણયથી ૯૦૦ જેટલા શિક્ષકોને ફાજલનું રક્ષણ મળશે. શિક્ષણ વિભાગનો આ મહત્વપૂર્ણ નિર્ણય નવા સત્રથી એટલે કે ૨૦૨૧ થી લાગુ કરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment