સુરત શહેરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સદનસીબે આ અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આ અકસ્માતની ઘટના ઉમરા વિસ્તારમાં આવેલા ધર્મ રો હાઉસ પાસે બની હતી. અહીં એક ઝડપી બાઈક ચાલક રોડની બાજુમાં પાર્ક કરેલી કાર સાથે અથડાઈ હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક સવાર યુવક ઊંધા માથે નીચે પડ્યો હતો. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનાના બે સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વિગતવાર વાત કરીએ તો ઉમરામાં ધર્મ રો હાઉસ પાસે રહેતા સંતોષભાઈ જોશી એ પોતાની કાર સોસાયટીના ગેટ પાસે પાર્ક કરી હતી.
આ દરમિયાન ત્યાંથી એક બાઈક ચાલક ખૂબ જ ઝડપે આવી રહ્યો હતો. અન્ય એક બાઈક ચાલક પણ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન પાછળથી ખૂબ જ ઝડપમાં આવી રહેલો બાઈક ચાલક પોતાનું બેલેન્સ ગુમાવે છે અને રોડની બાજુમાં પાર્ક કરેલી કાર સાથે અથડાય છે.
અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાના વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજ માં તમે જોઈ શકો છો કે, વિદ્યાર્થી ખૂબ જ ઝડપમાં બાઈક ચલાવતો જોવા મળી રહ્યો. ત્યારે આગળ જતી બાઈકને ઓવરટેક કરવાના પ્રયાસમાં બાઇક સવાર વિદ્યાર્થી બાઈક પરથી કાબુ ગુમાવી બેસે છે.
જેના કારણે બાઇક રોડ ની બાજુમાં પાર્ક કરેલી કાર સાથે અથડાઈ હતી. આ અકસ્માતની ઘટનામાં બાઇક સવાર યુવક સહી સલામત છે. ઘટનાની જાણ થતા કારના માલિક તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
એ..એ..આ તો ગયો..! સુરતમાં ઝડપી બાઈક ચાલકે રોડની સાઈડમાં પાર્ક કરેલી કારમાં બાઈક ઘુસાડી દીધી… જુઓ લાઈવ એક્સિડન્ટનો વિડીયો… pic.twitter.com/nCipET5efN
— GUJJU ROCKZ (@gujju_rockz) February 7, 2023
બાઈક સવાર યુવકને પૂછવામાં આવ્યું કે તેની ઉંમર કેટલી છે ત્યારે જાણવા મળ્યું કે તેની ઉંમર માત્ર 16 વર્ષની છે. આ અકસ્માતની ઘટનામાં કાર ચાલકને 54 હજાર રૂપિયાનું નુકસાન થયું છે. કાર ચાલકે બંને બાઈક ચાલકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. સમગ્ર ઘટનાને લઈને ઉમરા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment