ઘરની બહાર રમી રહેલા 3 વર્ષના બાળકના માથા ઉપર પીકઅપનું ટાયર ચડાવી દીધું, પિતાના ખોળામાં દીકરાનું રિબાઈ રિબાઈને મોત…4 બહેનોના એકના એક લાડલા ભાઈનું મોત…

Published on: 7:11 pm, Tue, 7 February 23

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહે છે. ઘણી વખત અકસ્માતની ઘટનામાં એક જણાની બેદરકારીના કારણે અન્ય લોકોએ પોતાનો જીવ ગુમાવો પડતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ઘરની બહાર રમી રહેલા ત્રણ વર્ષના માસુમ બાળકને એક પીકઅપ ચાલકે કચડી નાખ્યો હતો.

આ કારણોસર બાળકનું કરુણ મૃત્યુ થયું હતું. માત્ર 3 વર્ષના દીકરાનું મૃત્યુ થતાં જ પરિવાર ઉપર આપ તૂટી પડ્યું હતું. આ દર્દ નાક અકસ્માતની ઘટના હરિયાણાના રોહતકના પિલાના ગામમાં બની હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ પરિવારના લોકો દીકરાને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા.

પરંતુ રસ્તામાં જ પિતાના ખોળામાં દીકરાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. દીકરાનું મૃત્યુ થતાં જ માતા પિતા એ હૈયાફાટ રૂદન કર્યું હતું. મૃત્યુ પામેલા દીકરાનું નામ આયુષ હતું અને તેની ઉંમર ત્રણ વર્ષની હતી. આયુષ ઘરની બહાર રમી રહ્યો હતો. ત્યારે પીકઅપ ચાલકે આયુષને જોરદાર ટક્કર લગાવી હતી અને ત્યારબાદ આયુષના માથા ઉપરથી પીકઅપ પસાર થઈ ગયું હતું.

જેના કારણે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માતની ઘટનાની જાણ થતા જ આયુષના પિતા અને અન્ય લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યાર પછી આયુષને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા રસ્તામાં તેનું મૃત્યુ થયું હતું.

પોલીસના સૂત્રો અનુસાર, મૃત્યુ પામેલો આયુષ ચાર બહેનોનો એકનો એક ભાઈ હતો. આયુષ પોતાના ઘરની સામે રમી રહ્યો હતો ત્યારે તેની સાથે આ ઘટના બની હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ પીકઅપ ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે મૃત્યુ પામેલા બાળકના પિતાની ફરિયાદના આધારે પીકઅપ ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઘરની બહાર રમી રહેલા 3 વર્ષના બાળકના માથા ઉપર પીકઅપનું ટાયર ચડાવી દીધું, પિતાના ખોળામાં દીકરાનું રિબાઈ રિબાઈને મોત…4 બહેનોના એકના એક લાડલા ભાઈનું મોત…"

Leave a comment

Your email address will not be published.


*