એ…એ…ગયા..! અમદાવાદમાં દારૂ પીને બે યુવકો બાઈક લઈને રોડ ઉપર નીકળ્યા, પછી તો એવી એવી હરકતો કરી કે… જુઓ વાયરલ વિડિયો…

Published on: 6:29 pm, Mon, 31 July 23

આજકાલ સોશિયલ મીડિયા પર અકસ્માતની ઘટનાઓ ના વિડીયો ખૂબ જ સામે આવી રહ્યા છે. અકસ્માતો તો એવા હોય છે કે આપણું હૃદય દ્રવી ઉઠે છે, હાલમાં જ અમદાવાદના ઇસ્કોન બ્રિજ ઉપર અકસ્માતમાં નવ લોકોના જીવ ગયા છે. જે બાદ પણ નબીરાઓ નશામાં ધૂત થઈને બેફામ વાહનો ચલાવી રહ્યા છે, અને નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે.

બેફામ વાહનની ગતિને લઈ તેમજ નશામાં ધૂત થઈ વાહનો ચલાવતા હોવાથી અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ પણ મહામૂલી માનવ જિંદગી ની કદર ન કરનાર વધુ એક નબીરાનો નશામાં ધૂત થઈને બેફામ બાઈક ચલાવતો હોવાનો વિડીયો સામે આવ્યો છે.

અમદાવાદમાં નશામાં ધૂત બાઈક ચાલકો નો વિડીયો વાયરલ થયો છે, બે બાઈક સવારો નશામાં ધૂત થઈ બાઈક ડ્રાઇવ કરતા નો વિડીયો સામે આવ્યો છે. વસ્ત્રાલ રોડ પર નો વિડીયો હોવાનું જાણવા મળ્યું છે. બાઈક પાછળથી જતા કાર ચાલકે આ વિડીયો ઉતાર્યો છે, જે વીડિયોમાં જોઈ શકાય છે કે બાઈક ની પાછળ બેસેલો વ્યક્તિ પડતા પડતા બચ્યો છે.

વિડીયો ઉતારનાર કહે છે કે આવા લોકો દારૂ પીને બાઈક ચલાવે ને પછી નબીરા અમે બનીએ છીએ. ઇસ્કોન બ્રિજ પર ગોઝારો અકસ્માત થયો હતો જે બાદ અવારનવાર બેફામ વાહન ડ્રાઈવ કરતા નબીરાઓ ના વિડીયો પણ સામે આવ્યા છે.

સ્પીડથી વાહન ચલાવવાના શોખીનો લાપરવા થઈને વાહનો ચલાવી રહ્યા છે. જોકે સમગ્ર ઘટનાને લઇ રાજ્યમાં ટ્રાફિક પોલીસ પણ હરકતમાં આવી છે. બેફામ વાહન ચલાવવાના કારણે અનેક અકસ્માતો સર્જાતા હોય છે અને જેને લઇ નિર્દોષોને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "એ…એ…ગયા..! અમદાવાદમાં દારૂ પીને બે યુવકો બાઈક લઈને રોડ ઉપર નીકળ્યા, પછી તો એવી એવી હરકતો કરી કે… જુઓ વાયરલ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*