એ..એ..ગયા..! ટ્રક ચાલકની સામે અચાનક જ બાઈક આવી જતા સર્જાયો ગંભીર અકસ્માત, વીડિયો જોઈને તમે જ કહો આ અકસ્માતમાં કોની ભૂલ હતી..?

દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે બધી રહે છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે જેમાં એક વ્યક્તિની બેદરકારીના કારણે અન્ય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હશે. ત્યારે હાલમાં શ્વાસ અધ્ધર કરી દેનારી એક ગંભીર અકસ્માતની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

રસ્તા પર ટ્રક અને બાઈક વચ્ચે ટક્કર તથા ગંભીર અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ અકસ્માતની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહની થઈ નથી. સમગ્ર અકસ્માત્રી ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. અકસ્માતની ઘટનાના વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જ સ્પષ્ટ જોઈ શકો છો કે, એક ટ્રક રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો છે.

ત્યારે અચાનક જ બાઈક પર સવાર બે યુવકો ટ્રકની સામેથી રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ બાઈક સવાર યુવક રોડ ક્રોસ કરે તે પહેલા તેઓ ટ્રકની અડફેટેમાં આવી ગયા હતા. જેના કારણે ટ્રક ચાલકે તાત્કાલિક બ્રેક લગાવી દીધી હતી. ટ્રકની ટક્કરના કારણે બાઇક સવાર બંને યુવકો દૂર જઈને પડ્યા હતા.

જ્યારે બાઈક ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી. અકસ્માતની ઘટનામાં ટ્રક ચાલકે યોગ્ય સમયે બ્રેક લગાવી દીધી જેના કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

આ અકસ્માતની ઘટનાનો વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. જેથી અમારી વેબસાઈટ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. વાયરલ થઈ રહેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર transportiye_yaar.03 નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. અકસ્માતનો વાયરલ થઈ રહેલો વીડિયો જોઈને મિત્રો તમે પણ કહો કે આ અકસ્માતની ઘટના કોની ભૂલના કારણે બની છે. તમારો જવાબ કોમેન્ટ બોક્સમાં જરૂર આપજો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*