“મારે જીવનમાં આઝાદી જોઈએ છે..” તેવું સુસાઇડ નોટમાં લખીને 32 વર્ષની યુવતીએ પોતાનું જીવન ટૂંકાવ્યું, સુસાઇડ કરવા એવો રસ્તો અપનાવ્યો કે…

Published on: 6:46 pm, Tue, 21 February 23

દેશભરમાં સોસાયટીની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે ગઈકાલે રાત્રે 10:00 વાગ્યાની આસપાસ બનેલી એક વિચિત્ર સુસાઇડની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવતીએ પોતાનો જીવ ટૂકાવવા માટે એવો રસ્તો અપનાવ્યો કે સાંભળીને તમે પણ હચમચી જશો. મૃત્યુ પામેલી યુવતીનું નામ રાધિકા મંગલ હતું અને તેની ઉંમર 32 વર્ષની હતી. આ ઘટના જયપુરમાંથી સામે આવી રહી છે.

અહીં રાધિકા છેલ્લા અઢી વર્ષથી સેક્ટર 8 પ્રતાપ નગરમાં ભાડાના ફ્લેટમાં રહેતી હતી. રાધિકા મહાત્મા ગાંધી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ડાયટીશિયનની પોસ્ટ પર કામ કરી રહી હતી. સોમવારના રોજ રાત્રે રાધિકાએ પોતાના ફ્લેટ પર સુસાઇડ નોટ લખીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. પોતાનો જીવ દુખાવા માટે રાધિકાએ ઊંઘની ગોળીઓ અને ઇન્સ્યુલીનના ઓવરડોઝ લીધા હતા.

જેના કારણે તે બેહોશ થઈ ગઈ હતી અને પોતાની રૂમમાં પલંગ પર પડી ગઈ હતી. સોમવારના દિવસે રાધિકાના નાના ભાઈએ તેને ફોન કર્યો હતો. રાધિકાને ભાઈ અનેક વખત ફોન કર્યા પરંતુ તેને ફોન ઉપાડ્યા નહીં. જેના કારણે નાના ભાઈને ચિંતા થવા લાગી એટલે તેને ફ્લેટના માલિકને ફોન કરીને જણાવ્યું હતું. જેથી ફ્લેટના માલિક રાધિકા પાસે પહોંચ્યા હતા. આ દરમિયાન ફ્લેટનો દરવાજો અંદરથી બંધ હતો અને પછી મકાન માલિકે ઘણી વખત દરવાજો ખખડાવ્યો અને રાધિકાને બોલાવી પરંતુ અંદરથી કોઈ પણ પ્રકારનો જવાબ મળ્યો નહીં.

બેભાન થવાની આશંકા પર મકાન માલિકે આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની માહિતી મળતા 10:00 વાગ્યાની આસપાસ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને પોલીસે ફ્લેટનો દરવાજો તોડીને ફ્લેટની અંદર પ્રવેશ મેળવ્યો હતો. ત્યારે અંદર રાધિકા બેભાન અવસ્થામાં મળી આવી હતી. અને તેની પાસેથી દવાના કેટલાક ખાલી પાઉચ પણ મળી આવ્યા હતા.

ત્યારબાદ પોલીસ રાધિકાને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગઈ હતી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ડોક્ટરોએ રાધિકાને એસએમએસ હોસ્પિટલમાં સારવાર માટે મોકલી હતી. અહીં ગંભીર હાલતમાં સારવાર દરમિયાન રાધિકાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યાર પછી રાધિકાના મૃત્યુ ની જાણ તેના પરિવારજનોને કરવામાં આવી હતી. તેના મૃત્યુના સમાચાર મળતા જ પરિવાર ઉપર આપ તૂટે પડ્યું હતું.

મંગળવારના રોજ બપોરે એટલે કે આજરોજ બપોરે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ રાધિકાના મૃતદેહને તેના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યું હતું.  પોલીસને રાધિકા પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં રાધિકાએ લખ્યું હતું કે, મને કોઈનાથી પરેશાની નથી. મને છેલ્લા પાંચ છ મહિનાથી માનસિક સ્વાસ્થ્યની સમસ્યા છે. આર્થિક પરિસ્થિતિ પણ સારી નથી. મે એચ આર ને ઘણી વખત મારો પગાર વધારવાનું કહ્યું પરંતુ તે લોકોએ કાંઈ પગાર વધાર્યો નહીં.

મારી વિચારધારા નકારાત્મક બની ગઈ હતી. કામનું દબાણ મારા મગજ ઉપર ખૂબ જ વધી ગયું હતું. ઊંઘ નથી આવતી એટલે મેં દવા લેવાનું શરૂ કર્યું હતું. હંમેશા મને ગુસ્સો આવવા લાગ્યો અને હું તે સહન કરી શકતી ન હતી. મારે આ જીવનમાંથી આઝાદી જોઈએ છે. હું તમામ કંપનીઓ અને સંસ્થાઓને અપીલ કરું છું કે તમામ કર્મચારીઓને તેમની મહેનત અનુસાર પગાર આપો. પામ કર્મચારીઓનો ખોટો લાભ લો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "“મારે જીવનમાં આઝાદી જોઈએ છે..” તેવું સુસાઇડ નોટમાં લખીને 32 વર્ષની યુવતીએ પોતાનું જીવન ટૂંકાવ્યું, સુસાઇડ કરવા એવો રસ્તો અપનાવ્યો કે…"

Leave a comment

Your email address will not be published.


*