મોડી રાત્રે પારિવારિક કાર્યક્રમમાંથી પરત ફરતા પરિવારને રસ્તામાં નડ્યો અકસ્માત, 4 લોકોના ઘટનાસ્થળે મોત… ટ્રક ચાલકે કારને ચુંદી નાખી…

Published on: 10:36 am, Wed, 22 February 23

હાલમાં બનેલી એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં ચાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ભયંકર અકસ્માતની ઘટના મંગળવારના રોજ મોડી રાત્રે બની હતી. જેમાં એક ટ્રક ચાલકે કારને જોરદાર ટક્કર લગાવી હતી. આ કારણોસર અકસ્માતની ઘટનામાં કાર ચાલક સહિત 4 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા.

અકસ્માતની ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ ભયંકર અકસ્માતની ઘટના બાલોદ જિલ્લામાંથી સામે આવી રહી છે. અહીં ગુંદરદેહ પોલીસ સ્ટેશન વિસ્તારના ખાપરવાડા ગામ પાસે રાત્રિના સમયે આ ભયંકર અકસ્માતની ઘટના બની હતી.

પોલીસના જણાવ્યા અનુસાર ટક્કર એટલે જોરદાર હતી કે કાર સંપૂર્ણ રીતે ભાંગીને ભૂક્કો થઈ ગઈ હતી. અકસ્માતમાં કારમાં સવાર ડ્રાઇવર, એક મહિલા અને બે પુરુષોના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા. તમામ લોકોના મૃતદેહ કારની અંદર ફસાઈ ગયા હતા. લગભગ પાંચથી છ કલાકની ભારે જહેમત બાદ કારમાં ફસાયેલા લોકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપી દેવામાં આવશે. મળતી માહિતી અનુસાર પરિવારના સભ્યો પારિવારિક કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાયપુરથી બાલોદ તરફ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં લોખંડથી ભરેલા ટ્રકે તેમની કારને જોરદાર ટક્કર લગાવી હતી.

એટલી જોરદાર હતી કે કારમાં સવારે ચારે લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા. આ ઘટનાની જાણ થતા જ મૃતકના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. પારંભિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે આ અકસ્માતની ઘટનામાં ટ્રક ચાલકની ભૂલ હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મોડી રાત્રે પારિવારિક કાર્યક્રમમાંથી પરત ફરતા પરિવારને રસ્તામાં નડ્યો અકસ્માત, 4 લોકોના ઘટનાસ્થળે મોત… ટ્રક ચાલકે કારને ચુંદી નાખી…"

Leave a comment

Your email address will not be published.


*