એ…એ…ઉડાડયા..! સ્પીડમાં આવતી કારે મહિલા અને એક યુવકને ઉડાડ્યો, ટક્કર એટલી જોરદાર હતી કે… વીડિયો જોઈને ટાંટિયા ધ્રુજવા લાગશે…

Published on: 11:06 am, Sat, 29 July 23

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક રૂવાડા ઉભા કરી દે તેવી અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. આ ઘટનામાં એક ઝડપી કાર ચાલકે એક મહિલા અને એક યુવકને જોરદાર ટક્કર લગાવી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

ત્યાર પછી ઈજાગ્રસ્ત થયેલા બંને લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. આ અકસ્માતની ઘટના શુક્રવારના રોજ બપોરના સમયે 2.30 વાગ્યાની આસપાસ રાજસ્થાનના ચુરૂ જિલ્લાના રતનગઢ તાલુકામાં મેગા હાઈવે પર બની હતી. સમગ્ર અકસ્માતની ઘટના એક હોટલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

ઘટનાના વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે, ઝડપી કાર ચાલક રસ્તા પર શાંતિથી ચાલીને જતી મહિલાને સૌપ્રથમ ટક્કર લગાવે છે અને ત્યારબાદ ત્યાં આગળ ચાલીને જતા યુવકને પણ ટક્કર લગાવે છે. આ સમગ્ર ઘટનાને લઈને એક જ ટ્રકના ડ્રાઈવરે જણાવ્યું કે, તેઓ પોતાના ટ્રકમાં મહારાષ્ટ્રથી પંજાબ જઈ રહ્યા હતા.

આ દરમિયાન તેમનો હેલ્પર પારસ પણ તેમની સાથે હતો. મેગા હાઈવે પર પેટ્રોલ પંપ પાસે ટ્રક પાર્ક કરીને હું સુઈ ગયો હતો. ત્યારે મારો હેલ્પર પારસ નાસ્તો કરવા માટે હોટેલ તરફ આવી રહ્યો હતો. આ દરમિયાન તેની સાથે અકસ્માતની ઘટના બની હતી.

મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે ઇન્દિરા દેવી નામની 50 વર્ષની મહિલા રસ્તાના કિનારે શાંતિથી ચાલીને જતી હતી, આ દરમિયાન પારસ પણ ત્યાં આગળ જ ઉભો હતો. ત્યારે અચાનક જ એક ઝડપી કાર ત્યાં આવી પહોંચી હતી. કાર ચાલકે સૌપ્રથમ ઇન્દિરા દેવીને જોરદાર ટક્કર લગાવી હતી અને ત્યારબાદ ત્યાં આગળ ઉભેલા પારસને પણ ટક્કર લગાવી હતી.

અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત થયેલા બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં મહિલાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપી દેવામાં આવી હતી. જ્યારે પારસની હાલત ખૂબ જ નાજુક છે અને તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "એ…એ…ઉડાડયા..! સ્પીડમાં આવતી કારે મહિલા અને એક યુવકને ઉડાડ્યો, ટક્કર એટલી જોરદાર હતી કે… વીડિયો જોઈને ટાંટિયા ધ્રુજવા લાગશે…"

Leave a comment

Your email address will not be published.


*