હાલમાં બનેલી એક રુવાટા ઉભા કરી દેનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ઘટના દરેક માતા પિતા માટે એક ચેતવણી રૂપ કિસ્સો છે. આ ઘટનામાં બિલ્ડીંગના બીજા માળની રેલિંગ પર ચડીને રમી રહેલી 9 વર્ષની બાળકી એકાએક નીચે પડી ગઈ હતી. આ ઘટનામાં બાળકીના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
સમગ્ર ઘટના બની આ બાદ બાળકીને સારવાર માટે એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના બે દિવસ પહેલા બની હતી. જ્યારે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.
આ ઘટના ભોપાલના જહાંગીરબાદ વિસ્તારમાં બની હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, જિન્સી ચોકીની પાસે હાઈ લાઈફ એપાર્ટમેન્ટમાં ઝફરખાન રહે છે. તેમની 9 વર્ષની દીકરી આયશા 17 ઓગસ્ટના રોજ લેટની સામે રેલિંગ પકડીને રમી રહી હતી.
આ દરમિયાન તે અચાનક પોતાનું સંતુલન ગુમાવે છે અને તે લગભગ 25 ફૂટ નીચે પડી જાય છે. જેના કારણે તેના માથાના ભાગે એને સ્પાઇન ના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટના બન્યા બાદ બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
હાલમાં તેની હાલત ખૂબ જ ગંભીર છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સમગ્ર ઘટના બન્યા બાદ પરિવારના લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
બીજા માળની રેલિંગ પર ચઢીને રમી રહેલી 9 વર્ષની બાળકી એકાએક નીચે પડી ગઈ, ત્યારબાદ થયું એવું કે…દરેક માતા-પિતા આ વિડીયો જરૂર જુઓ… pic.twitter.com/4o1B8DOhSs
— GUJJU ROCKZ (@gujju_rockz) August 21, 2022
હાલમાં આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. ઘટનાના વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજ માતા પિતા માટે કિસ્સો છે. જ્યારે તમારા બાળકો નાના હોય ત્યારે દરેક માતા-પિતાને તેમનું ધ્યાન જરૂર રાખવું જોઈએ નહીંતર તમારો બાળક પણ આવી ઘટનાનો ભોગ બની શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment