ગુજરાત રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે હાલમાં રાજકોટમાં બનેલી કે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક 7 વર્ષના માસુમ બાળકો પોતાનો જીવ ગુમાવ્યો છે. બાળકનું મોત થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
મળતી માહિતી અનુસાર રાજકોટ શહેરના ગોંડલ રોડ અને કોઠારીયા ચોકડી બાઇપાસ રોડ પર એક બાઈક સવારે રોડ ક્રોસ કરતાં બાળક સહિત ત્રણ લોકોને જોરદાર ટક્કર લગાવી હતી. આ ઘટનામાં બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો આ કારણોસર તેનું ઘટના સ્થળે મોત થયું હતું. આ ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.
મળતી માહિતી અનુસાર કોઠારીયા ચોકડી બાયપાસ રોડ પર ગણેશ સોસાયટીમાં રહેતા 53 વર્ષીય હાજાભાઈ માંડાભાઈ જીલરીયા, તેમના પત્ની જયાબેન અને 7 વર્ષનો રોનક દિપકભાઈ કાનગડ આજરોજ સવારે પગપાળા રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે પૂરપાટ ઝડપે જતા બાઈક ચાલકે તેમને જોરદાર ટક્કર લગાવી હતી.
આ અકસ્માતની ઘટનામાં રોનક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ કારણસર રોનકનું કરુણ મોત થયું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે બાઈક સવાર સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા.
ઘટનાની માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઘટનાની જાણ થતા જ મૃતક બાળકના પરિવારના લોકો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. માત્ર 7 વર્ષના દીકરાનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
આજે એક બાઈક ચાલકની બેદરકારીના કારણે 7 વર્ષના માસુમ બાળકો પોતાનો જીવ ગુમાવ્યો છે. અકસ્માતની ઘટના બન્યા બાદ લોકો માંગ કરી રહ્યા છે કે બાઈક ચાલક સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment