સુરતમાં બારી પાસે ફોનમાં ગેમ રમતી 5 વર્ષની બાળકીને એવું દર્દનાક મોત મળ્યું કે… ઘટના સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે…

Published on: 10:56 am, Tue, 25 July 23

હાલમાં બનેલી એક દુઃખદ અને ચોકાવનારી ઘટના સામે આવી રહે છે. આ કિસ્સો દરેક માતા-પિતા માટે ચેતવણી રૂપ છે. આ ઘટનામાં માત્ર 5 વર્ષની બાળકનું એવું દર્દનાક મોત મળ્યું કે સાંભળીને રુવાડા બેઠા થઈ જશે. આ ઘટનાઓ સુરતના અમરોલી વિસ્તારમાં કોસાડ આવાસમાં બની હતી. અહીં મનોજ જૈના નામના વ્યક્તિ પોતાના પરિવાર સાથે રહે છે અને તેઓ લુમ્સના કારખાનામાં કામ કરે છે.

તેમને સંતાનમાં 5 વર્ષની દીકરી એસ્પીતા હતી. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો 21 તારીખના રોજ મનોજભાઈ શાકભાજી લેવા માટે બહાર ગયા હતા અને તેમની પત્ની ઘરમાં રસોઈ બનાવી રહી હતી. આ દરમિયાન પાંચ વર્ષની દીકરી બારી નજીક ફોનમાં ગેમ રમતી હતી.

માસુમ બાળકી ગેમ રમતી હતી ત્યારે મારી પાસે ચૂકવવા નાખેલો ગમછો બાળકીના ગળામાં વીંટળાઈ ગયું હતું. ત્યાર પછી બાળકીનો પગ લપસ્યો હતો અને તેને ગળાફાંસો લાગી ગયો હતો. દીકરીએ બૂમાબૂમ પાડી પરંતુ તેની માતાએ જવાબ આપ્યો નહીં. ત્યારબાદ આવ ઘટનાની જાણ માતાને થઈ હતી પછી દીકરીને તરત જ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

બાળકીને ત્રણ અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યારે લાલ દરવાજાની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન માસુમ દિકરીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બનતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી દીકરીના પિતાએ જણાવ્યું કે, મારી એકની એક લાડકડી દીકરી હતી. ઘરમાં સરખો નેટવર્ક નહોતું આવતું એટલે તે બારી પાસે મોબાઇલમાં ગેમ રમતી હતી. આ દરમિયાન બારી પાસે બાંધેલી દોરીમાં એક ગમછો સુકવવા માટે નાખ્યો હતો. મોબાઇલમાં ગેમ રમતા રમતા કંઈક એવી રીતે બાળકીના ગળામાં ગમતો લીપટાઈ ગયો હતો.

આ દરમિયાન દીકરીનો પગ લપસ્યો હતો અને તેને ગળાફાંસો લાગી ગયો હતો. જેના કારણે દીકરીની ગળાની નસ દબાઈ ગઈ હોવાના કારણે તે બેભાન થઈ ગઈ હતી. પછી તેને પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ ત્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જો બાળકીની માતાએ પોતાની દીકરીને બૂમ સાંભળી લીધી હોત તો આજે દીકરી બચી ગઈ હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

 

Be the first to comment on "સુરતમાં બારી પાસે ફોનમાં ગેમ રમતી 5 વર્ષની બાળકીને એવું દર્દનાક મોત મળ્યું કે… ઘટના સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે…"

Leave a comment

Your email address will not be published.


*