નવસારીમાં 40 વર્ષની મહિલાએ લોખંડની ગ્રીલ સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો… જાણો સમગ્ર ઘટના વિગતવાર…

Published on: 11:08 am, Thu, 14 September 23

ગુજરાતમાં બનેલી વધુ એક સુસાઈડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં નવસારીમાં એક 40 વર્ષની મહિલાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મહિલાનું મોત થતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મહિલાએ એવી જગ્યાએ ગળાફાંસો ખાધો છે કે સાંભળીને રુવાડા બેઠા થઈ જશે.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, નવસારીના ખત્રીવાડમાં રહેતી 40 વર્ષની મહિલાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. સમગ્ર ઘટના બની આ બાદ નવસારી ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે જરૂરી કાગળિયા કરીને વધુમાં તપાસ હાથ ધરી હતી.

સુસાઇડ કરનાર 40 વર્ષની મહિલાનું નામ અર્ચના રમણભાઈ પટેલ હતું. જાણવા મળી રહ્યું છે કે અર્ચના અપરણિત હતી. ખત્રીવાડમાં રહેતી 40 વર્ષની અર્ચના પટેલે પોતાના મકાનના પાછળના ભાગે બહાર જવાના લોખંડના દરવાજા ઉપર લોખંડની ગ્રીલ સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો.

આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પછી ઘટનાની જાણ નવસારી ટાઉન પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ અર્ચનાના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું.

આ ઉપરાંત પોલીસે અર્ચનાએ કયા કારણોસર સુસાઇડ કર્યું તેની ઊંડી તપાસ શરૂ કરી દીધી છે. પ્રાથમિક તપાસમાં તો એવું કહેવામાં આવી રહ્યું છે કે, તળાવના કારણે મહિલાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવનનું ટૂંકાવ્યું છે. આ ઘટના બનતા જ મહિલાના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "નવસારીમાં 40 વર્ષની મહિલાએ લોખંડની ગ્રીલ સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો… જાણો સમગ્ર ઘટના વિગતવાર…"

Leave a comment

Your email address will not be published.


*