ગુજરાતમાં દિવસેને દિવસે હાર્ટ એટેકના બનાવો ખૂબ જ વધી ગયા છે. ખાસ કરીને ગુજરાતના રાજકોટ શહેરમાં સૌથી વધુ લોકોના હાર્ટ એટેક આવવાના કારણે મોત થયા છે. મળતી માહિતી અનુસાર રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં ચાર લોકોએ હાર્ટ એટેક આવવાના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે.
ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. આ ઘટનામાં 37 વર્ષના યુવાનનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. યુવાનો અચાનક જ મોત થતા તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ ગુણવંતભાઈ ચનાભાઈ ચાવડા હતું અને તેમની ઉંમર 37 વર્ષની હતી. ગુણવંતભાઈ નવા થોરાળા મેઇન રોડ પર ગોકુળપરા-6માં રહેતા હતા. મળતી માહિતી અનુસાર રાત્રે દોઢ વાગ્યાની આસપાસ ગુણવંતભાઈ લઘુશંકા કરવા માટે જાગ્યા હતા.
જેના કારણે તેઓ રૂમમાંથી ફળિયામાં ગયા હતા. આ દરમિયાન ઘરનું કોઈ અન્ય સદસ્ય જાગી ગયું હતું અને તેમને જોયું તો ગુણવંતભાઈ બેભાન હાલતમાં જમીન પર પડેલા હતા. પછી તેમને તાત્કાલિક ઉપાડીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
આ ઘટનાના સમાચાર મળતા જ ગુણવંતભાઈના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલા ગુણવંતભાઈ બે ભાઈઓ અને એક બહેનમાં સૌથી મોટા હતા. તેઓ બરફના કારખાનામાં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેવામાં અચાનક જ તેમનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થતા હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment