દુકાને ગયેલા 35 વર્ષના યુવકને એવું દર્દનાક મોત મળ્યું કે… સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે… 7 વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી…

Published on: 12:03 pm, Tue, 12 September 23

હાલમાં બનેલી એક દુકાન ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક દુકાનદારનું સોમવારના રોજ દર્દનાક મોત થયું છે. આ દુકાનદારને એવું દર્દનાક મોત મળ્યું છે કે સાંભળીને રુવાડા બેઠા થઈ જશે. જાણવા મળી રહ્યું છે કે, યુવક પોતાની દુકાને ખોલતો હતો, ત્યારે અચાનક જ તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. ત્યારબાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

પછી યુવકને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં હાજર ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના રાજસ્થાનના જયપુરમાંથી સામે આવી રહી છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, મૃત્યુ પામેલા યુવકનું નામ સોનુ હતું અને તેની ઉંમર 35 વર્ષની હતી. સોનુ સોમવારના રોજ સવારે આઠ વાગ્યાની આસપાસ પોતાની દુકાન પર ગયો હતો.

અહીં તેની દુકાને આગળ છાપરાનો શેડ બનાવવામાં આવ્યો છે. આ શેડની ઉપર ઈલેક્ટ્રીક વાયર તૂટીને પડ્યો હતો. જેના કારણે શેડની પાઇપ માં કરંટ આવતો હતો. આ દરમિયાન સોનુ પાઈપને અડે છે અને તેને જોરદાર કરંટ લાગે છે. કરંટ લાગતા જ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા.

ત્યારબાદ સ્થાનિક લોકોએ વીજળી વિભાગને ફોન કરીને લાઈનનો પાવર કટ કરાવી નાખ્યો હતો. પછી સ્થાનિક લોકો સોનુને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. સોનુના મોતના સમાચાર મળતા જ તેના પરિવારના સભ્યો અને આસપાસના લોકો હોસ્પિટલ ખાતે પહોંચ્યા આવ્યા હતા.

સમગ્ર ઘટના બન્યા બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો હતો. પછી સ્થાનિક લોકોએ હાઇવે રોડ બ્લોક કરી દીધો હતો અને મૃતકના પરિવારજનો એ 50 લાખ રૂપિયાના વળતરની માંગ કરી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. મૃત્યુ પામેલા સોનુની પત્ની ગર્ભવતી છે અને સોનુના મોતના કારણે 7 વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દુકાને ગયેલા 35 વર્ષના યુવકને એવું દર્દનાક મોત મળ્યું કે… સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે… 7 વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી…"

Leave a comment

Your email address will not be published.


*