ગદર-2 મુવી જોવા ગયેલા 35 વર્ષના યુવકનું ચાલતા ચાલતા કરુણ મોત… જુઓ મોતનો લાઈવ વિડિયો…

Published on: 11:46 am, Mon, 28 August 23

હાલમાં બનેલી એક રુવાડા ઉભા કરી દેનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. આ ઘટનામાં ગદર-2 ફિલ્મ જોવા ગયેલા એક 35 વર્ષના યુવકનું અચાનક જ મોત થયું હતું. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, એક યુવક મોબાઇલમાં વાત કરતા કરતા મોલમાં પ્રવેશ કરે છે.

35 साल के अक्षत की यह फाइल फोटो है। लखीमपुर में उसका दवा की दुकान थी।

ત્યારે અચાનક જ તે લથડીયા ખાઈને જમીન પર પડી ગયો હતો. આ ઘટના બનતા જ આસપાસના લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા. ત્યાં ઉભેલા લોકો જોતા રહ્યા પરંતુ જમીન પર બેભાન થઈને પડેલા યુવકની મદદ ન કરી. જાણવા મળી રહ્યું છે કે યુવક લગભગ 30 મિનિટ સુધી ત્યાં પડી રહ્યો હતો. ત્યાર પછી મોલ મેનેજમેન્ટના લોકો ત્યાં આવ્યા હતા અને યુવકને ત્યાંથી ઉપાડીને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.

જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાંથી સામે આવી રહી છે. મૃત્યુ પામેલા યુવકની ઓળખ અક્ષત તિવારી તરીકે થઈ છે અને તેની ઉંમર 35 વર્ષની હતી. અક્ષત પોતાના પરિવાર સાથે દ્વારિકાપુરા વિસ્તારમાં રહેતો હતો.

અક્ષત રજત મેડિકલ સ્ટોર અને આમની દુકાને ચલાવતો હતો. શુક્રવારના રોજ તે ગદર-2 ફિલ્મ જોવા માટે નાઈટ શો ફન મોલમાં ગયો હતો. અક્ષત લગભગ 7.45 વાગ્યાની આસપાસ મોલમાં પ્રવેશીઓ હતો. આ દરમિયાન તે ફોનમાં વાત કરતો હતો, ત્યારે અચાનક જ તે જમીન પર ઢળી પડ્યો હતો. આ ઘટના બનતા જ ત્યાં આગળ જઈ રહેલા બે યુવક તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા અને પછી આસપાસના કેટલાક લોકો ત્યાં દોડી આવ્યા હતા.

તમામ લોકો ઘટના સ્થળે એકઠા થઈને જોતા રહ્યા પરંતુ કોઈ અક્ષિતને ઉપાડીને સારવાર માટે હોસ્પિટલ ન લઈ ગયા. અક્ષત લગભગ 30 મિનિટ સુધી જમીન પર પડેલો હતો. પછી મોલ મેનેજમેન્ટના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને અક્ષત સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરે યુવકનો ચેકઅપ કર્યા બાદ તેને અમૃત જાહેર કર્યો હતો. સમગ્ર ઘટના મોલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. પ્રાથમિક તપાસના આધારે ડોક્ટરોનું એવું કહેવું છે કે યુવકનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. યુવકના મોતના સમાચાર મળતા જ તેની પત્ની અને પરિવારના સભ્યો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગદર-2 મુવી જોવા ગયેલા 35 વર્ષના યુવકનું ચાલતા ચાલતા કરુણ મોત… જુઓ મોતનો લાઈવ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*