35 વર્ષના એક યુવકે પંખા સાથે લટકીને પોતાનો જીવ ટૂંકો કર્યું, જાણો શા માટે કર્યું આવું…

75

અત્યાર સુધીમાં ઘણા લોકોએ પૈસાની કમી અને અંગત કારણોસર કંટાળીને પોતાનો જીવ ટૂંકો કર્યો હશે. ત્યારે એવો જ એક બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ 35 વર્ષના એક યુવકે પોતાનો જીવ ટૂંકો કર્યો છે. આ પગલું ભરવા પાછળનું કારણ એટલું જ હતું કે તે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ગયો હતો.

આ યુવકે પોતાનો જીવ કરતા પહેલા એક નોટ પણ લખી હતી. જેમાં યુવતીઓએ લખ્યું હતું કે મને હેરાન કરનાર બચવા ન જોઈએ, નહીતર હું પ્રેત બનીને ભટકીશ. મળતી માહિતી મુજબ મૃત્યુ પામેલો યુવક નડિયાદમાં રહેવાસી હતો. તેમનું નામ કલ્પેશ જયંતિ મકવાણા હતું.

તેઓ પોતાના ઘરમાં પંખા સાથે લટકી અને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. આ ઘટનાની કલ્પેશભાઈ ના બહેનને ખબર પડતાં તેમને આ ઘટનાની જાણ થતા તાત્કાલીક પોલીસને કરી હતી. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

અને મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું હતું. આ ઉપરાંત પોલીસ તપાસમાં મૃત્યુ પામેલા યુવકના બહેને જણાવ્યું કે વ્યાજખોરોનો ત્રાસ વધી જવાના કારણે મારા ભાઈ આ પગલું ભર્યું છે.

ઉપરાંત મૃત્યુ પામેલા યુવકે પોતાનો જીવ ટૂંકો કરતા પહેલા એક નોટ પણ લખી હતી તેમાં મૃત્યુ પામેલા યુવકે ચાર વ્યક્તિઓના નામ લખ્યા હતા. આ ઉપરાંત લખ્યું હતું કે આ તમામ ની પથારી ફેરવશો અને જેલમાંથી પણ આ લોકોને કદી છોડવા ન જોઈએ.

જો આ લોકો જેલમાંથી છૂટે તો હું મૃત્યુ પામ્યા પછી પણ તેમને સજા આપીશ. મૃત્યુ પામેલો યુવક ત્રણ બહેનોનો એકનો એક લાડકવાયો ભાઈ હતો. યુવકનું મૃત્યુ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!