હાલમાં અમરનાથની યાત્રા ચાલુ છે અને દર વર્ષે જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં ગુજરાતીઓ અમરનાથની યાત્રા પર ગયા છે. ત્યારે અમરનાથની યાત્રામાં વધુ એક ગુજરાતીના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. વિગતવાર વાત કરીએ તો વડોદરાના ફતેપુર વિસ્તારમાં આવેલ પીતાંબર પોળમાં રહેતા 32 વર્ષીય યુવાન ગણેશભાઈ અમરનાથની યાત્રા પર ગયા હતા.
અમરનાથ પહોંચીને બાબા અમરનાથના દર્શન કરે તે પહેલા જ તેમને પહેલગામની હોસ્પિટલમાં ત્રણ હાર્ટ એટેક આવ્યા હતા અને તેમનું મોત થઈ ગયું હતુ. આ ઘટના બનતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. ગણેશભાઈ પીતાંબર પોળમાં રહેતા હતા અને એલ્યુમિનિયમ સેક્શનનું કામ કરતા હતા.
આ ઉપરાંત તેઓ ગૌરક્ષા સમિતિના કાર્યકર પણ હતા. ગણેશભાઈ પોતાના મિત્રો સાથે અમરનાથની યાત્રા પર ગયા હતા. જ્યારે તેઓ પહેલગામ પહોંચ્યા ત્યારે અચાનક જ તેમને ઉલટી શરૂ થઈ ગઈ હતી. જેથી ગણેશભાઈને સ્થાનિક દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા હતા.
જ્યાં તેમને બે હાર્ટ એટેક આવ્યા હતા અને પછી ત્રીજું હાર્ટ એટેક આવતા જ તેમનું મોત થયું હતું. આજ રોજ સવારે 10:00 વાગ્યાની આસપાસ ગણેશભાઈના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થયા બાદ મૃતદેહને શ્રીનગરથી વિમાન માર્ગે વડોદરા ખાતે લાવવામાં આવશે.
ગણેશભાઈનું મોત થતા જ એક દીકરી અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. ગણેશભાઈના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારજનોને સદા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો. મિત્રો તમને જણાવી દઈએ કે મૃત્યુ પામેલા ગણેશભાઈ સેવાકીય પ્રવૃત્તિમાં ખૂબ જ આગળ હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment