ગઢડામાં ફરજ બજાવતા 32 વર્ષના હેડ કોન્સ્ટેબલનું અચાનક જ હાર્ટ અટેક આવતા કરુણ મોત… પોલીસ સ્ટેશનમાં શોકનો માહોલ છવાયો…

Published on: 10:56 am, Sat, 6 January 24

ગુજરાતમાં બનેલી વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક પોલીસ અધિકારીનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. વાત કરીએ તો, ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અચાનક જ હાર્ટ એટેક આવવાના કારણે મોત થતા તેમના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો.

ગઢડા થી ડ્યુટી પૂરી કરીને હેડ કોન્સ્ટેબલ બોટાદ પોતાના ઘરે આવી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. ત્યારબાદ હેડ કોન્સ્ટેબલને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં રાત્રે સારવાર દરમિયાન હેડ કોન્સ્ટેબલ નું કરુણ મોત થયું હતું. પોલીસ હેડ કોન્સ્ટેબલના મોતના સમાચાર મળતા જ બોટાદ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

મૃત્યુ પામેલા પોલીસ હેડ કોન્સ્ટેબલનું નામ હરપાલસિંહ સોલંકી હતું અને તેમની ઉંમર 32 વર્ષની હતી. હરપાલસિંહ સોલંકી ગઢડામાં પોતાની ડ્યૂટી કરીને ઘરે આવ્યા ત્યારે અચાનક જ તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો.

પછી તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યારે રાત્રે સારવાર દરમિયાન હોસ્પિટલમાં હરપાલસિંહએ અંતિમ શ્વાસ લીધા હતા. કહેવાય રહ્યું છે કે હરપાલસિંહ હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "ગઢડામાં ફરજ બજાવતા 32 વર્ષના હેડ કોન્સ્ટેબલનું અચાનક જ હાર્ટ અટેક આવતા કરુણ મોત… પોલીસ સ્ટેશનમાં શોકનો માહોલ છવાયો…"

Leave a comment

Your email address will not be published.


*