સુરત શહેરમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ત્રણ વર્ષની માસુમ બાળકીએ પોતાનો જીવોમાં આવ્યો છે. દીકરીનું મોત થતા જ માતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું. જાણવા મળી રહ્યું છે કે બાળકી ટેમ્પામાં રમી રહી હતી. ત્યારે અચાનક જ તે ટેમ્પામાંથી નીચે પડી ગઈ હતી. આ કારણોસર તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી.
ત્યારબાદ દીકરીને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેની સારવાર ચાલતી હતી. પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દીકરીનું મોત થયું હતું. દીકરીનું મોત થતા જ પરિવાર પર શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો ઉત્તર પ્રદેશના રહેવાસી અખિલ ચૌહાણ નામના વ્યક્તિ છેલ્લા બાર વર્ષથી સુરતના સચિન વિસ્તારના કનસાડ રોડ પર રહે છે.
અહીં તેઓ સચિન સ્ટેશન પાસે શાકભાજીની લારી ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પરિવારમાં તેમની પત્ની અને બે દીકરીઓ છે. બંને દીકરીઓમાંથી મોટી દીકરીનું નામ શિવાની હતું અને તેની ઉંમર ત્રણ વર્ષની હતી. 4 ઓગસ્ટના રોજ માતા પિતા શાકભાજીની લારી ઉપર હતા. ત્યારે ત્રણ વર્ષની માસુમ શિવાની નજીકમાં રહેલા એક ટેમ્પા પર રમી રહી હતી.
રમતા રમતા અથવા નકર શિવાની ટેમ્પા ઉપર થી નીચે પડી હતી. જેના કારણે તેના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. એ દિવસે તો શિવાની ને કાંઈ થયું ન હતું. પરંતુ આ દરમિયાન બીજી વાર શિવાની ચાલતા ચાલતા નીચે પડી ગઈ હતી. જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. 6 ઓગસ્ટના રોજ બાળકીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં ચાર દિવસની સારવાર બાદ બાળકી એ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
બાળકીનું મોત થતાં જ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું અને પરિવારજનોનું નિવેદન લઈને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. શિવાનીના મોતના સમાચાર મળતા જ તેની માતાએ હોસ્પિટલમાં હૈયાફાટ રૂદન કર્યું હતું. આ ઘટના બનતા આજે ત્યાં હાજર સૌ કોઈ લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment