બે દીકરીઓની માતાએ ઘરમાં ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું… જાણો શું છે આ પગલું ભરવા પાછળનું કારણ…

Published on: 3:46 pm, Thu, 10 August 23

હાલમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં બે દીકરીઓની માતાએ ઘરમાં ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું છે. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે મૃત્યુ પામેલી મહિલાના ભાઈના નિવેદનના આધારે સાસરીયાઓ સામે સુસાઇડ માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.

મૃત્યુ પામેલી મહિલાનું નામ કિરણ હતું. સમગ્ર ઘટનાને લઈને કિરણના ભાઈ નિવેદન આપ્યું કે, કિરણ ના લગ્ન રાજસ્થાનના શ્રી ગંગાનગર જિલ્લાના લાલગઢ જાટનના રહેવાસી સુનિલકુમાર નામના વ્યક્તિ સાથે 2016 માં થયા હતા. લગ્ન બાદ બહેને બે દીકરીઓને જન્મ આપ્યો હતો.

ત્યારબાદ સાસરિયાંઓ બહેનને ખૂબ જ પરેશાન કરતા હતા. વધુમાં કિરણના ભાઈએ જણાવ્યું કે, 7 ઓગસ્ટના રોજ સવારે સાત વાગ્યાની આસપાસ બહેને તેને ફોન કરીને કહ્યું હતું કે, ગઈકાલે તેના પતિ સુનિલ, સાસુ, સસરા અને દેવરે તેની ધુલાઈ કરી હતી.

એટલા માટે તું અહીંથી મને લઈ જા. ત્યારબાદ ભાઈ 8 ઓગસ્ટના રોજ સવારે પોતાની બહેનને લેવા માટે તેના ઘરે પહોંચ્યો હતો. આ દરમિયાન કિરણના પતિએ પોતાના સાળાને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યો હતો. પછી સાંજે લગભગ પાંચ વાગ્યાની આસપાસ સુનિલે પોતાના સાળાને ફોન કર્યો હતો કે તારી બહેને ગળાફાંસો ખાઈ લીધો છે.

આ ઘટનાની જાણ થતા જ પરિવારના સભ્યો અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી પોલીસે કિરણના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. આ ઉપરાંત પોલીસે સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી મહિલાના સાસરિયાઓ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બે દીકરીઓની માતાએ ઘરમાં ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું… જાણો શું છે આ પગલું ભરવા પાછળનું કારણ…"

Leave a comment

Your email address will not be published.


*