ઘરની બહાર રમી રહેલા 3 વર્ષના માસુમ બાળકને બાઈક ચાલકે લગાવી જબરદસ્ત ટક્કર, બાળકનું કરુણ મૃત્યુ…

મિત્રો આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે. જેમાં અકસ્માતના કારણે હસતા ખેલતા પરિવારની ખુશીઓ છીનવાઈ જતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં ઘરની બહાર રમી રહેલા 3 વર્ષના બાળકને એક બાઈકે જબરદસ્ત ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે બાળક 15 ફૂટ દૂર જઈને રોડ પર પડ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં બાળકનું કરુણ મૃત્યુ થયું હતું. આ ગંભીર અકસ્માતની ઘટના પ્રતાપગઢ જિલ્લાના મૂખ્યાલયના દેવગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના માંગરી ગામમાં ગઈકાલે લગભગ 11 વાગ્યાની આસપાસ બની હતી.

અહીં એક 3 વર્ષનો માસુમ બાળક ઘરની બહાર રમી રહ્યો હતો. આ દરમિયાન પુરપાટ ઝડપે જતા બાઈક ચાલકે બાળકને જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે બાળક 10 થી 15 ફૂટ જઈને દૂર પડ્યો હતો. અકસ્માતના પગલે બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

અકસ્માતની ઘટના બની ત્યારે બાળકની માતા ખેતરમાં કામ કરી રહી હતી. જ્યારે માતા પાણી પીવા માટે ઘરે આવે છે, ત્યારે તે બેભાન હાલતમાં પોતાના દીકરાને જોવે છે. આ દ્રશ્યો જોઈને તે આસપાસના લોકોને ઘટના સ્થળે બોલાવે છે. એકઠા થયેલા લોકોએ બાળકને સારવાર માટે જિલ્લાની હોસ્પિટલમાં લઈ ગયા હતા.

ત્યાં હાજર ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો. ત્રણ વર્ષના દીકરાના મૃત્યુના સમાચાર બાદ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ ઘટના બનતા ગામના લોકોમાં પણ માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ હોસ્પિટલ પહોંચી આવી હતી.

ત્યારબાદ પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ તેના મૃતદેહને પરિવારજનોને સોંપી દેવામાં આવ્યું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે અજાણ્યા બાઇક ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*