દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક રૂવાડા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક ત્રણ વર્ષના બાળકનું દર્દનાક મોત થયું છે. બાળકના મોતનું કારણ સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે. મળતી માહિતી અનુસાર માત્ર ત્રણ વર્ષના બાળકનું સળગી જવાના કારણે દર્દનાક મોત થયું છે.
બાળક પોતાના નાના નાનીના ઘરે આવ્યો હતો. આ દરમિયાન બાળકના નાનાએ કચરો સળગાવ્યો હતો. આ કચરામાં ગનપાવડર પણ હતો. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણ વર્ષનો બાળક રમતા રમતા આગ પાસે પહોંચ્યો હતો. ત્યારે તે દાઝી ગયો હતો. ત્યારબાદ તેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
જ્યાં ગઈકાલે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ ઘટના ઈન્દોરમાંથી સામે આવી રહી છે.મૃત્યુ પામેલા ત્રણ વર્ષના બાળકનું નામ નીરજ હતું. મળતી માહિતી અનુસાર 20 ઓક્ટોબરના રોજ નીરજ ગંભીર રીતે દાઝી ગયું હતું. એટલે તેને સારવાર માટે એમવાય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ગઈકાલે સારવાર દરમિયાન નીરજનું મોત થયું હતું.
નિરજ તેના નાના ના ઘરે ગયો હતો. અહીં દિવાળી આવતી હોવાના કારણે ઘરની સાફ સફાઈ ચાલુ હતી. આ દરમિયાન ઘરમાંથી નીકળેલા કચરાને સળગાવવામાં આવ્યો હતો. આ દરમિયાન નીરજ રમતા રમતા આગ પાસે પહોંચ્યો હતો.
અહીં નીરજ ગંભીર રીતે દાઝી ગયો હતો. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પછી તો હોસ્પિટલમાં તેની સારવાર ચાલુ હતી અને ઘણો ટાઈમ સારવાર ચાલ્યા બાદ તેનું ગઈકાલે સારવાર દરમિયાન મોત થયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment