આપણી સમક્ષ એવા ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જેમાં બાળકો ખોવાયા હોય છે ત્યારે એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં શાકમાર્કેટમાં એક બાળકીના માતા-પિતા તેની બાળકીને શોધી રહ્યા હતા, ત્યારે પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં એ બાળકીને તેમના માતા-પિતા સુધી પહોંચાડીને ગૌરવનું કામ કર્યું.
ત્યારે સુરત પોલીસ સર્તક બની ગઈ છે અને આવા બનાવો ના બને તે માટે તેને અટકાવવા પોલીસ પણ સતત દોડી રહી છે અને મહેનત કરે છે. સુરતના વરાછા વિસ્તારમાં એક ત્રણ વર્ષીય બાળકી ગુમ થઇ ગઇ હતી. એ બાળકી રમતા રમતા ઘર પાસેથી દૂર થઇ ગઇ હતી અને એકલી હોવાથી સ્થાનિક લોકોએ વરાછા પોલીસ ને જાણ પણ કરી હતી.
ત્યારબાદ પોલીસે એ બાળકી નો કબજો કરીને તેના માતા-પિતાને સોંપવાની તજવીજ હાથ ધરી હતી અને એ બાળકી નો ફોટો પાડીને વરાછાના વિવિધ વિભાગોમાં તેની શોધખોળ કરવામાં આવી, ત્યારે એ બાળકીના માતા-પિતા શાકભાજી માર્કેટમાંથી ભાળ થઈ અને બાળકીના માતા-પિતાને પોલીસ મથક લાવવામાં આવ્યા.
ત્યારે હૃદય સ્પર્શી આવે એવા દ્રશ્યો સર્જાયા એવામાં એ માતા-પિતા તેની બાળકીને જોઈને ભીની આંખે રડવા લાગ્યા અને બાળકીની માતા ભાવુક બની ગઈ. સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા બાળકી ને તેમના માતા-પિતાને સોંપવામાં આવી અને એ બાળકીને ગણતરીની કલાકોમાં શોધી કાઢે તે માટે પોતાની ગુમ થયેલી દીકરી ને જોતા જ અશ્રુભરી આંખે તેના માતા-પિતા તેને ભેટીને રડી પડ્યા હતા.
ત્યારે પોલીસ સ્ટેશનમાં હાજર સૌ કોઈ લોકોની આંખોમાં ખુશીના જોવા મળી હતી કે આવી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે કે જેમાં નાનુ બાળક તેમના માતા પિતા થી દુર ચાલ્યા જાય છે ત્યારે આવી ઘટના બને તે પહેલા જ માતા-પિતાએ સતર્ક રહેવું જોઈએ.
આ બાળકીના માતા-પિતા મળતા ની સાથે જ તેમને પોલીસ સ્ટેશન આવીને એ બાળકી તેના માતા-પિતાને સોંપવામાં આવી હતી. ત્યારે તેમના માતા પિતા ભીની ધારે રડી પડ્યા હતા અને ભેટી પડ્યા ત્યારે સૌ કોઈ લોકોનું એટલું જ કહેવું છે કે જ્યારે પણ આવી ઘટના બને ત્યારે તરત જ પોલીસને જાણ કરવી જેનાથી જલ્દીથી જલ્દી તેમના માતા-પિતાને જાણ થાય.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment