દારૂના કારણે એક મહિલાએ પોતાના બે બાળકો સાથે ઝેરી દવા પીને જીવ ટૂંકાવવાનો પ્રયાસ કર્યો, 6 વર્ષના બાળકનું મૃત્યુ – જાણો સમગ્ર ઘટના

Published on: 3:48 pm, Mon, 2 May 22

ગુજરાત રાજ્યમાં જીવન ટૂંકાવવાના બનાવો ખૂબ જ વધી ગયા છે. ત્યારે અરવલ્લીમાં દારૂના દૂષણથી એક પરિવારે સામૂહિક પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. આ ઘટનામાં 6 વર્ષના બાળકનું કરૂણ મૃત્યુ થયું છે. જ્યારે પરિવારના અન્ય બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. દારૂના કારણે ઘરકંકાસમાં એક છ વર્ષના બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી મુજબ અરવલ્લી જિલ્લાના બાયડીના વાત્રકગઢ ગામ ખાતે એક મહિલાએ પોતાના બે બાળકો સાથે પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.

મહિલાએ પોતાના બે બાળકો સાથે ઝેરી દવા પી લીધી હતી. આ ઘટનામાં મહિલા અને તેની 8 વરસની દીકરીનો બચાવ થયો છે. જ્યારે 6 વર્ષના બાળકનું કરૂણ મૃત્યુ થયું છે. મળતી માહિતી મુજબ મહિલાના પતિને દારૂ પીવાની કુટેવ હતી.

જેના કારણે મહિલા અને તેના પતિ વચ્ચે દિવસેને દિવસે અવારનવાર માથાકૂટ થતી હતી. પોતાના પતિની કુટેવ અને ઘરમાં દરરોજ થતી માથાકુટથી કંટાળીને મહિલાએ પોતાના બે બાળકોને ઝેરી દવા પીવડાવી દીધી અને ત્યાર બાદ પોતે પણ ઝેરી દવા પી લીધી.

આ સમગ્ર ઘટનામાં છ વર્ષના બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃત્યુ પામેલા બાળકની માતા સામે જીવ લેવાની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર આ ઘટના બની ત્યારે બંને બાળકો અને તેની માતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન છ વર્ષના બાળકનું કરૂણ મૃત્યુ થયું હતું. આ ઘટના બનતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. સમગ્ર ઘટનાને લઇને પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દારૂના કારણે એક મહિલાએ પોતાના બે બાળકો સાથે ઝેરી દવા પીને જીવ ટૂંકાવવાનો પ્રયાસ કર્યો, 6 વર્ષના બાળકનું મૃત્યુ – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*