રાજકોટમાં રમતા રમતા 3 વર્ષની બાળકીનું તડપી તડપીને મોત…આ નાનકડી એવી દીકરી સાથે કંઈક એવું બન્યું કે…સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે….

Rajkot: આજકાલ સોશિયલ મીડિયા પર નાના બાળકોના કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો રાજકોટ(Rajkot)ના કાલાવડ રોડ(Kalavd Road) પર આવેલ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે એક હૈયુ હચમચાવતી ઘટના સામે આવી છે. માતા પિતા માટે ચેતવણી સમાન આ ઘટનામાં રમતા રમતા પેન્ટાગોન એપાર્ટમેન્ટના પાણીના ટાંકામાં પડી જતા ત્રણ વર્ષની માસુમ બાળકીનું મોત(3-year-old girl dies) નીપજ્યું છે.

આ ઘટનાને પગલે માસુમના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે, હાલ પોલીસે સમગ્ર મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર નેપાળાના વતની અને છેલ્લા એક વર્ષથી પેન્ટાગોન એપાર્ટમેન્ટમાં ચોકીદારી તરીકે કામ કરતા હતા. ત્યાં ગ્રાઉન્ડ ફ્લોર પરની ઓરડીમાં પરિવાર સાથે રહેતા ભુપેશભાઈ વુડાને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે.

જેમાં ત્રણ વર્ષની પુત્રી રિયાંશી મોટી છે, ગઈકાલે આ એપાર્ટમેન્ટમાં પ્રાંગણમાં આવેલ મોટી ટાંકીમાં પાણીનું ટેન્કર નાખવામાં આવ્યા બાદ ટાંકો પાણીથી આખો ભરાઈ ગયો હતો. આ દરમિયાન સાંજે 5:00 વાગે ભુપેશભાઈ અને તેના પત્ની દેવીબેન તેની પુત્રીને ઓરડી પાસે મૂકીને એપાર્ટમેન્ટમાં કામ અર્થે ગયા હતા.

જો કે ત્રણ વર્ષની પુત્રી રીયાંશી રમતા રમતા પાણીના ટાકાના પડી જતા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. ત્યારબાદ ઓરડીએ પરત ફરેલા નેપાળી દંપતિએ પુત્રી ન મળતા શોધખોળ ચાલુ કરી હતી. રાત્રે 9:00 વાગ્યાની આસપાસ પાણીના ટકામાંથી બહારથી મળી આવતા તાત્કાલિક સારવારમાં સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.

જ્યાં ફરજ પરના તબીબોએ બાળકીને તપાસીને મૃત જાહેર કરી હતી. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે તાલુકાના પોલીસને જાણ કરતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, જોકે આ બનાવથી નેપાળી પરિવારમાં કલ્પાત સર્જાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*