મુંબઈમાં રહેતા 29 વર્ષના ગુજરાતી યુવકે ગળાફાંસો ખાઈને સુસાઈડ કર્યું… યુવક સાથે કંઈક એવું બન્યું હતું કે…

Published on: 2:39 pm, Wed, 6 September 23

દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે અને ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી દેશભરમાં સુસાઇડની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે મુંબઈમાં બનેલી એક સોસાયટીની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક 29 વર્ષના અંકિત વાઘેલા નામના યુવકે શનિવારના રોજ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

અંકિત ચેમ્બુર ઇસ્ટમાં સંતોષી મંદિર પાસે પોતાની માતા સાથે રહેતો હતો. અંકિત મહાકાલ ઇવેન્ટ્સ નામની ઇવેન્ટ કંપની ચલાવતો હતો. જુવાનજોધ દીકરાનું મોત થતા જ માતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું. જાણવા મળી રહ્યું છે કે, અંકિતે સુસાઇડ કર્યું તે પહેલા તેની ઇવેન્ટ કંપનીમાં કામ કરતાં કેટલાક લોકો તેને મળવા આવ્યા હતા.

હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરિવારજનોનો આક્ષેપ છે કે, અંકિતેશ સુસાઇડ કર્યું તે પહેલા કાંઈક તો એવું થયું છે જેના કારણે અંકિતે આ પગલું ભરવા મજબૂર થવું પડ્યું હતું. મિત્રો તમને જણાવી દઈએ કે અંકિત છેલ્લા ચારેક વર્ષથી પોતાની ઇવેન્ટ કંપની ચલાવે છે.

તેને અત્યાર સુધીમાં પાર્ટનર સાથે મળીને 300 થી પણ વધારે ઇવેન્ટ કર્યા છે. જાણવા મળી રહ્યું છે કે અંકિતને ત્યાં કામ કરતા એક છોકરો-છોકરી અને એક છોકરો અંકિતના સુસાઇડ પહેલા તેના ઘરે આવ્યા હતા. આ ત્રણ લોકો પાસેથી અંકિત એ પૈસા લીધા હતા એવું કહેવામાં આવી રહ્યું છે.

આ ત્રણ લોકોએ અંકિત સાથે ઝઘડો કર્યો હતો અને તેને અપશબ્દ પણ બોલ્યા હતા. જે આસપાસના લોકોએ પણ સાંભળ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે આ ઘટના બની ત્યારે અંકિતના ઘરે કોઈ ન હતું. જ્યારે અંકિતની માતા ઘરે આવે છે અને રૂમનો દરવાજો ખોલે છે.

ત્યારે અંકિતનું મૃતદેહ પંખા સાથે લટકતી હાલતમાં જોવા મળ્યું હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ થઈ હતી અને પછી ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મુંબઈમાં રહેતા 29 વર્ષના ગુજરાતી યુવકે ગળાફાંસો ખાઈને સુસાઈડ કર્યું… યુવક સાથે કંઈક એવું બન્યું હતું કે…"

Leave a comment

Your email address will not be published.


*