વડોદરામાં 28 વર્ષના યુવકે ઘરમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું… જાણો શું છે સમગ્ર ઘટના…

Published on: 10:28 am, Sat, 26 August 23

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સોસાયટીની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે વડોદરા શહેરમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવકે કોઈ કારણસર ગાળા ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના વડોદરા શહેરના માંજલપુર પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ GIDC રોડ ઉપર આવેલી સોસાયટીમાં બની હતી.

સુસાઇડ કરનાર યુવક અગાઉ એક ખાનગી ન્યુઝ ચેનલમાં કેમેરા મેન તરીકે કામ કરતો હતો. હાલમાં તો આ ઘટનાને લઈને માંજલપુર પોલીસે વધુમાં તપાસ હાથ ધરી છે. વિગતવાર વાત કરીએ તો GIDC રોડ ઉપર આવેલી ઉંમર કૃપા સોસાયટીમાં રહેતા 28 વર્ષીય વિજય રામચંદ્ર વાઘ નામના યુવકે અંગત કારણોસર ગઈ કાલે રાત્રે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું હતું.

આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. પછી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃત્યુ પામેલા વિજયના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું અને સમગ્ર ઘટનાને લઈને ગુનો નોંધીને સુસાઇડ પાછળનું કારણ જાણવાની તપાસ શરૂ કરી દીધી હતી.

વિજયનું મોત થતા જ તેમના પરિવાર પર શોકનું મોજુ ફરી વળ્યું છે. વિજય એ કયા કારણોસર સુસાઇડ જેવું પગલું ભરી લીધું તેની કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. હાલમાં ઘટનાને લઈને માંજલપુર પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વડોદરામાં 28 વર્ષના યુવકે ઘરમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું… જાણો શું છે સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*