રાજકોટમાં હાર્ટ એટેક આવતા 27 વર્ષીય ગર્ભવતી મહિલાનું કરુણ મોત…બે-બે જિંદગીઓનો વિહર…

Published on: 12:06 pm, Wed, 31 January 24

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે રાજકોટમાં બનેલી વધુ એક હતી એવી જ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ગર્ભવતી મહિલાનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.

ઘટના બનતા જ હસતો ખેલતો પરિવાર વિખરાઈ ગયો છે. મૃત્યુ પામેલી મહિલાનું નામ કોમલબેન રાઠોડ હતું અને તેમની ઉંમર 27 વર્ષની હતી. વાત કરીએ તો રાજકોટ શહેરના જૂના મોરબી રોડ પર આવેલી વ્રજભૂમિ સોસાયટીમાં રહેતા કોમલબેન રાઠોડ અચાનક જ બેભાન થઈ ગયા હતા.

પછી તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ તેમનો જીવ બચી શક્યો નહીં અને તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.આ ઘટનાની જાણ થતા જ કોમલબેન ના પરિવારજનો અને સગા સંબંધીઓ હોસ્પિટલ ખાતે પહોંચી આવ્યા હતા.

કોમલબેન બે મહિનાના ગર્ભવતી હતા અને તેમનું મોત તથા તેમના ગર્ભમાં રહેલા બાળકનું પણ મોત થયું છે. આ ઘટના બનતા ખેલતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "રાજકોટમાં હાર્ટ એટેક આવતા 27 વર્ષીય ગર્ભવતી મહિલાનું કરુણ મોત…બે-બે જિંદગીઓનો વિહર…"

Leave a comment

Your email address will not be published.


*