છેલ્લા ઘણા સમયથી સમગ્ર દેશભરમાં શાળા કે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ અથવા તો વિદ્યાર્થીનીના સુસાઇડ કરી લેવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ગઈકાલે સાંજના સમયે એક MBAના વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે.
મૃત્યુ પામેલા યુવકની ઉંમર 26 વર્ષની હતી અને તેનું નામ મહેશ હતું. આ ઘટનાની જાણ થતા જ પરિવારના સભ્યોમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું અને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટના મધ્યપ્રદેશમાંથી સામે આવી રહી છે. પોલીસને મૃત્યુ પામેલા યુવક પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં તેને લખ્યું હતું કે તેને છ મહિના પહેલા એક યુવતી સાથે લગ્ન કર્યા હતા.
તે યુવતીના એક બહેનપણીએ તેને મારા વિરોધમાં ઉશ્કેરીયો હતો. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો મહેશ ઇન્દોરની ખાનગી કોલેજમાં એમબીએમાં અભ્યાસ કરતો હતો. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે ઘટના સ્થળે બે ફાંસીના ફંદા મળ્યા હતા.
આ ઘટનાને લઈને મૃત્યુ પામેલા મહેશના ભાઈનું કહેવું છે કે તેના ભાઈનો જીવ લેવામાં આવ્યો છે. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે સુસાઇડ નોટના આધારે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. યુવકે કયા કારણોસર પોતાનું તેની હજુ કોઈ પણ ચોક્કસ માહિતી મળી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment