દેશમાં દિવસેને-દિવસે જીવન ટૂંકાવવાના બનાવો વધી રહ્યા છે. ઘણા લોકો પોતાના કોઈ અંગત કારણોસર, ડિપ્રેશનમાં આવીને અથવા તો કોઈના ત્રાસથી કંટાળીને આ પગલું ભરી લેતા હોય છે. ત્યારે રવિવારના રોજ એક 26 વર્ષની મહિલા કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈને જીવ ટૂંકાવી લીધો છે. આ ઘટના લખનઉમાં બની હતી.
મહિલા કોન્સ્ટેબલ આ પગલું ભર્યું તે પહેલા કોઈની સાથે વિડીયો કોલ પર વાતચીત કરતી હતી. મહિલા કોન્સ્ટેબલે ધારદાર વસ્તુઓ વડે તેના ડાબા હાથ પર સૌપ્રથમ પ્રહાર કર્યા હતા. ત્યારબાદ તેને દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
પોલીસને ઘટનાસ્થળેથી વહેલા કોન્સ્ટેબલનો મોબાઇલ મળી આવ્યો છે. મહિલા કોન્સ્ટેબલ પાસેથી કોઇપણ પ્રકારની સુસાઇડ નોટ મળી આવી નથી. મહિલા કોન્સ્ટેબલે કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આગરાના ફતેહાબાદની રહેવાસી સરિતા નિષાદ નામની મહિલા 2021માં પોલીસ વિભાગમાં જોડાઈ હતી.
11 જાન્યુઆરીના રોજ સરિતાનું PGI પોલીસ સ્ટેશનમાં પોસ્ટ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર સવિસ્તાર ચાર દિવસની રજા પર ઘરે ગઈ હતી. શનિવારના રોજ સાંજે પરત લખનઉ આવી ગઈ હતી અને સોમવારે તે ડ્યુટી પર હાજર રહેવાની હતી. પરંતુ સરિતાએ રવિવારના રોજ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.
મળતી માહિતી અનુસાર મહિલા કોન્સ્ટેબલના ઘરની નજીક રહેતી અન્ય કોન્સ્ટેબલે મહિલા કોન્સ્ટેબલને ફોન કર્યો હતો. ત્યારે મહિલા કોન્સ્ટેબલ ફોન ઉપાડ્યો નહીં. ત્યારે તે તેના ઘરે પહોંચી ગઇ હતી. ત્યાં સરિતાનું મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને આ સમગ્ર ઘટનાની જાણ મૃત્યુ પામેલ મહિલા કોન્સ્ટેબલના પરિવારજનોને કરી હતી.
ઘટનાની જાણ થતાં જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. આ ઘટના રવિવારના રોજ લગભગ બપોરના સમયે ત્રણ વાગ્યાની આસપાસ બની હતી. સરિતાએ ભાડાના મકાનમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. મહિલા કોન્સ્ટેબલે કયા કારણોસર આ પગલું ભર્યું તેની તપાસ હાલમાં પોલીસ કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment