ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર બે ટ્રક વચ્ચે સામ-સામે જોરદાર ટક્કર થતાં સર્જાયો ગંભીર અકસ્માત, 1 ડ્રાઇવરે પોતાનો જીવ ગુમાવ્યો…

Published on: 3:10 pm, Tue, 17 May 22

ગુજરાત રાજ્યમાં અકસ્માતના બનાવની વાત કરીએ તો, છેલ્લા બે-ત્રણ દિવસથી અકસ્માતની ઘટનાઓ વધી ગઈ છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળીએ છીએ, જેમાં એક જ ક્ષણમાં હસતા ખેલતા પરિવારની ખુશી છીનવાઇ જતી હોય છે.

ત્યારે અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદ પંથકમાંથી પસાર થતા ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક ટ્રક ડ્રાઈવરે પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર હિંડોરાણા નજીક બે ટ્રક વચ્ચે સામ સામે ટક્કર થતાં જોરદાર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતની ઘટનામાં બંને ટ્રકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. અકસ્માતના પગલે એક ટ્રક ડ્રાઈવરનું મૃત્યુ નીપજયું હતું. જ્યારે અન્ય ડ્રાઇવર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને આસપાસના લોકો દ્વારા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.

આ ગંભીર અકસ્માતની ઘટના આજરોજ સવારે બની હતી. અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં 108ની ટીમ અને રાજુલા પોલીસ ટીમે ઘટનાસ્થળે પહોંચી આવી હતી. અકસ્માતમાં એક ડ્રાઈવર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

આ કારણોસર તેને ઘટનાસ્થળે જ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે અન્ય એક ડ્રાઈવરને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત કોની ભૂલના કારણે થયો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. રાજુલા પોલીસે સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર બે ટ્રક વચ્ચે સામ-સામે જોરદાર ટક્કર થતાં સર્જાયો ગંભીર અકસ્માત, 1 ડ્રાઇવરે પોતાનો જીવ ગુમાવ્યો…"

Leave a comment

Your email address will not be published.


*