ખૂબ જ નાની એવી વાતમાં 22 વર્ષના યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું, સુસાઇડ નોટમાં લખ્યું હતું કે…

આજકાલ જીવ ટૂંકાવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. આજકાલના યુવાનો અને યુવતીઓ નાની-નાની વાતમાં સુસાઇડ જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.

મળતી માહિતી અનુસાર વિદ્યાર્થીએ સુસાઇડ એટલા માટે કરી કે તેનો એક મિત્ર તેને ચીડવતો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું. મળતી માહિતી અનુસાર પોલીસને ઘટના સ્થળેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે, આ ઘટના અયોધ્યામાં બની હતી. મૃત્યુ પામેલા યુવકનું નામ મોહમ્મદ શાહિદ હતું અને તેની ઉંમર 22 વર્ષની હતી. તે બી.એ.નો અભ્યાસ કરતો હતો.

મળતી માહિતી અનુસાર ઘરના આંગણામાં પરિવારના લોકોને મોહમ્મદ શાહિદનું મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું. આ ઘટના બનતા જ પરિવારના લોકોએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસને તપાસ દરમિયાન એક સુસાઇડ નોટ મળી આવ્યું હતું. જેમાં તેણે સુસાઇડનું કારણ તેના મિત્રને જણાવ્યો છે.

સુસાઇડ નોટ ના આધારે આરોપી વેદ પ્રકાશ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા યુવકના ભાઈએ જણાવ્યું કે, શાહિદ સાથે દોઢ બે મહિના ભણેલા વેદ પ્રકાશ મારા ભાઈને ચડાવતો હતો. તે મજાક મજાકમાં મારા ભાઈ સાથે ખોટા શબ્દોનો ઉપયોગ કરતો હતો.

જેને લઈને મારો ભાઈ ખૂબ જ પરેશાન હતો. જેને લઈને તેને શનિવારના રોજ રાત્રે ઘરના આંગણામાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બન્યા બાદ વેદ પ્રકાશ ફરાર છે તેવું જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત પોલીસે વેદ પ્રકાશની શોધખોળ પણ શરૂ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*