ગુજરાતમાં અવારનવાર અકસ્માત ના કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે હાલમાં નવસારીના ચીખલી તાલુકામાં ગઈકાલે બનેલી એક દુઃખદ ઘટનામાં કુટુંબના બે સભ્યોના મોત થયા છે. એ પણ માત્ર બે અઢી કલાકના સમયમાં જ.
આપને જણાવી દઈએ કે તળાવમાં નાહવા પડેલા મામા ઉંડા પાણીમાં ડૂબી ગયા હતો રમતા રમતા ગળે પટ્ટો ફસાઈ જતા ભાણી નું મોત થયું છે.ચીખલી નજીકના સમરોલી ગામની આ ઘટના છે અને મળતી માહિતી મુજબ સમરોલી ગામમાં પહાડ ફળિયામાં રહેતા 21 વર્ષે યોગેશભાઈ કુકણા ગામના મોટા તળાવમાં બપોરના સમયે નાહવા માટે ગયા હતા
અને આ દરમિયાન તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા તેમનું મૃત્યુ થયું હતું અને ત્યારબાદ આ અંગેની જાણ તેમના કાકાએ પોલીસને કરતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી પરંતુ સાથે સાથે સમરોલીના વાડી ફળિયામાં રહેતા રાકેશ સોલંકી ની નવું વર્ષે દીકરી નિશા જે ધોરણ ચારમાં અભ્યાસ કરે છે
અને તે બપોરે ઘરે આવી ફળિયાની બે થી ત્રણ છોકરીઓ સાથે કેસરી કલર નો પટ્ટો કેરી રમી રહી હતી અને ત્યારબાદ તે ઘરે આવી. આ પટ્ટો ગળાના ભાગે આટો થઈ ગાઠ્ઠ લાગી જતા તેનો શ્વાસ રૂંધાયો હતો અને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment