ગર્લફ્રેન્ડને વિડીયો કોલ કરીને 21 વર્ષના યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું… રાત્રે જ્યારે પિતા ઘરે આવ્યા ત્યારે…

આજ કાલે સુસાઇડની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક પ્રેમીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. પિતાએ જ્યારે દીકરાને ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોયો, ત્યારે પિતાએ તાત્કાલિક આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. પરિવારના સભ્યોને તો એવું લાગ્યું કે 40 દિવસથી ગુમ થયેલી માતાના કારણે દીકરાએ આ પગલું ભર્યું છે.

પરંતુ જ્યારે તેના ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને મોબાઈલની અંદર રહેલો વિડિયો જોવામાં આવ્યો ત્યારે આ ઘટનાને લઈને ખુલાસો થયો હતો. આ સુસાઇડની ઘટના ઇન્દોરમાંથી સામે આવી રહી છે. પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, પ્રેમિકાથી નારાજ હોવાના કારણે પોતાનું જીવનને ટૂંકાવ્યું હતું. મૃત્યુ પામેલા યુવકનું નામ મનીષ હતું અને તેની ઉંમરે 21 વર્ષની હતી. મળતી માહિતી અનુસાર ગઈકાલે મનીષે પોતાની ગર્લફ્રેન્ડ સાથે ફોન પર વાત કરી હતી.

ત્યારબાદ તેને સુસાઇડ નો વિડીયો બનાવ્યો હતો અને પછી ગળાફાંસો ખાઈ લીધો હતો. હાલમાં તો પોલીસે મનીષ નો મોબાઇલ જપ્ત કરી લીધો છે અને સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મનીષે વીડિયો કોલમાં પોતાની ગર્લફ્રેન્ડને કહ્યું હતું કે, તને આ બધું મજાક લાગે છે, ચાલ ગુડ બાય. આ પછી મનીષે ગળાફાંસો ખાઈ લીધો હતો.

જાણવા મળી રહ્યું છે કે મનીષ ચા નો સ્ટોલ ચલાવતો હતો. લગભગ દસ દિવસ પહેલા જ તેને આ ચા ની દુકાન ખોલી હતી. મળતી માહિતી અનુસાર રાત્રે 9:30 વાગ્યાની આસપાસ મનીષના પિતા ઘરે આવ્યા ત્યારે ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. પછી મનીષના પિતાએ મનીષને ફોન કર્યો પરંતુ તેને ભેટ ખોલ્યો નહીં.

પછી મનીષના પિતાએ ઉપરથી જોયું ત્યારે મનીષનું મૃતદેહ લટકતી હાલતમાં તેમને જોવા મળ્યું હતું. ત્યારબાદ આ વાતની જાણ પોલીસને કરવામાં આવી હતી. જાણવા મળી રહ્યું છે કે મનીષની માતા લગભગ 40 દિવસથી ગુમ છે. હજુ સુધી મનીષની માતાની કોઈપણ માહિતી મળી નથી.

રાત્રે તો પરિવારના સભ્યોને એમ જ લાગ્યું કે, મનીષે તેની માતાના કારણે સુસાઇડ કર્યું છે. પરંતુ જ્યારે મનીષનો મોબાઇલ ચેક કરવામાં આવ્યો ત્યારે આ ઘટનાને લઈને ખુલાસો થયો હતો. જાણવા મળી રહ્યું છે કે મનીષની ગર્લફ્રેન્ડ છેલ્લા થોડાક દિવસોથી તેની સાથે વાત કરતી ન હતી. જેના કારણે તે ડિપ્રેશનમાં આવી ગયો હતો અને પછી તેને આ પગલું ભર્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*