મિત્રો હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં કબાડી ટુર્નામેન્ટમાં અચાનક જ 20 વર્ષના ખેલાડીનું દુઃખદ નિધન થયું છે. આ ઘટનાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિદ્યાર્થીના મૃત્યુ બાદ પોલીસે વિદ્યાર્થીઓના મૃતદેહને કસ્ટડીમાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું.
કબડી રમતા રમતા અચાનક જ 20 વર્ષના ખેલાડીનું દુઃખદ નિધન થતા ચારેય બાજુમાં તમે છવાઈ ગયો હતો. આ દુઃખદ ઘટના મુંબઈના મલાડ વિસ્તારમાંથી સામે આવી રહી છે. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર આ ઘટના ગુરુવાર એટલે કે 9 ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે બની હતી.
મુંબઈના મલાડ વિસ્તારમાં એક કોલેજ દ્વારા કબડી ટુર્નામેન્ટનું આયોજન રાખવામાં આવ્યું હતું. ત્યારે કબડી રમતી વખતે 20 વર્ષનો કાર્તિક રાજ નામનો ખેલાડી ડેડ લાઈન અને પાર કરીને વિરુદ્ધ ખેલાડીઓને સ્પર્શ કરવા માટે ગયો હતો. આ દરમિયાન સામેની ટીમના ખેલાડીઓ કાર્તિકને પકડી લે છે. આઉટ થઈ ગયા બાદ કાર્તિક બહાર જઈ રહ્યો હતો ત્યારે અચાનક જ તે મેદાનમાં ઢળી પડ્યો હતો.
ત્યારબાદ ત્યાં હાજર લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને કાર્તિકને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હાજર ડોક્ટરે 20 વર્ષના કાર્તિકને મૃત જાહેર કર્યો હતો.
કાર્તિકના મૃત્યુના સમાચાર મળતા જ તેના પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. કાર્તિક રાજ મુંબઈના ગોરેગાંવ વિસ્તારના સંતોષ નગરમાં રહેતો હતો. તે વિવેક કોલેજમાં બીકોમ માં પહેલા વર્ષમાં અભ્યાસ કરતો હતો. આ ઘટનાનો એક વિડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.
मुंबई के मलाड में कबड्डी टूर्नामेंट में खेलते वक्त एक खिलाडी ‘कीर्तिकराज मल्लन’ बेसुध होकर गिर गया, अस्पताल पहुंचे तो डॉक्टर ने मृत घोषित कर दिया,
कीर्तिकराज की उम्र सिर्फ 20 वर्ष थी 😟#Mumbai #Malad #SuddenDeath #COVID #vaccines pic.twitter.com/3yBSaXQnXQ
— Dp Rathi (@rathi_dp) February 10, 2023
હાલમાં પોલીસે વીડિયોના આધારે તપાસ શરૂ કરી દીધી છે. આવી ઘટના પહેલી વાર નથી બની ગયા વર્ષે પણ આવી જ એક ઘટના તમિલનાડુમાં પણ બની હતી. અચાનક જ મેદાનમાં કબડી રમતા રમતા વિદ્યાર્થીઓનું કયા કારણસર મૃત્યુ થયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment