ચાલીને માતાજીના દર્શન કરવા જતા 20 વર્ષના યુવકને કાર ચાલકે કચડી નાખ્યો, યુવકનું કરુણ મોત… હસતા-ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો…

આજકાલ સોશિયલ મીડિયા પર અકસ્માતની ઘટનાઓના કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે. ઘણા અકસ્માત હોય છે જેને જોઈને આપણું હૃદય દ્રવી ઉઠે છે. આવો જ એક અકસ્માત રાજકોટના જસદણ તાલુકા માંથી સામે આવ્યો છે.

રાજકોટ ના જસદણ તાલુકાના બાખલવડ ગામ નજીક અજાણ્યો કાર ચાલક રાહદારી કોળી યુવાન ધર્મેશ હરેશભાઈ ઉર્ફે હરિભાઈ ડાંગર ને અડફેટે લઈ મોત નિપજાવી ફરાર થઈ ગયો હતો. આ અંગે હિટ એન્ડ રનનો ગુનો નોંધવા તજવીજ કરાઈ હતી,

આ અંગે મળતી માહિતી અનુસાર બાખલવડ ગામે રહેતો ધર્મેશ ડાંગર અને અન્ય એક યુવાન ગઈકાલે સવારે ગઢડીયા ગામે મેલડી માતાજીના મંદિરે ચાલીને દર્શન કરવા માટે ગયા હતા, ત્યારે આ અકસ્માત થયો હતો. તેઓ ત્યાંથી પરત આવી રહ્યા હતા પરંતુ વાહન ન મળતા ચાલીને જ બાખલવડ આવી રહ્યા હતા.

ત્યારે બાખલવડ નજીક ખાતરના ગોડાઉન પાસે પૂરપાટ ઝડપે નીકળેલી બ્રેઝા કારના ચાલકે રોડની સાઈડમાં ચાલતા ધર્મેશ ને અડફેટે લઈ રોડ પર ફંગોળી દીધો હતો. અજાણ્યો કાર ચાલક પૂરપાટ ઝડપે નાસી છૂટ્યો હતો, અન્ય રાહદારી વાહન ચાલકો એકત્ર થતા ધર્મેશને ગંભીર હાલતમાં જસદણ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

જ્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયો હતો જ્યાં સારવારમાં ધર્મેશે દમ તોડી દેતા પરિવારમાં કલ્પાત છવાયો હતો. મૃતક તેમના પિતા સાથે નાસ્તાની લારી ચલાવતો હતો. બે ભાઈ અને બહેનમાં વચેટ હતો, પોલીસે અજાણ્યા કારચાલક ની શોધ ખોળ હાથ ધરી ગુનો નોંધવા તજવીજ કરી હતી. યુવાનના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ હતી અને સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*