ઘરમાં ફળિયામાં રમતા 2 વર્ષના માસુમ બાળકને એવું દર્દનાક મોત મળ્યું કે… સાંભળીને રુવાડા બેઠા થઈ જશે…

Published on: 12:40 pm, Mon, 2 October 23

હાલમાં બનેલી એક કાળજુ કંપી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક બે વર્ષના માસુમ બાળકને એવું દર્દનાક મોત મળ્યું છે કે સાંભળીને રુવાડા બેઠા થઈ જશે. ઘટના હળવદના ખોબા જેવડા સાપકડા ગામમાંથી સામે આવી રહે છે. જાણવા મળી રહ્યું છે કે, ગામનો એક બે વર્ષનો બાળક ઘરના ફળિયામાં રમી રહ્યો હતો.

આ દરમિયાન બાળક રમતા રમતા ફળિયામાં મુકેલા ગરમ પાણીના તપેલા પાસે ગયો હતો. આ દરમિયાન ઉકળતું પાણી બાળકના શરીર ઉપર પડ્યું હતું જેના કારણે બાળક ગંભીર રીતે દાજી ગયો હતો. આ ઘટના બનતા જ પરિવારના સભ્યો દોડતા થઈ ગયા હતા. પછી તરત જ બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન માસુમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો હતો.મળતી માહિતી અનુસાર સપાકડા ગામે રહેતા મહેશભાઈ ભોપાભાઈ મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં એક બે વર્ષનો દીકરો હતો, જેનું નામ ધૃવ હતું. શનિવારના રોજ સવારના સમયે ધ્રુવ ઘરના ફળિયામાં રમી રહ્યો હતો.

હજુ તે ચાલતા માંડ માંડ શીખ્યો હતો. ત્યારે ફળિયાની બીજી બાજુ એક ગરમ પાણીનું તપેલું પડેલું હતું. ત્યારે બે વર્ષનો માસુમ બાળક રમતા રમતા ગરમ પાણીના તપેલા પાસે પહોંચ્યો હતો. આ દરમિયાન બાળક ઉપર ગરમ પાણીનું તપેલું પડ્યું હતું જેના કારણે માસુમ બાળક ગંભીર રીતે દાઝી ગયો હતો. પછી પિતા તાત્કાલિક પોતાના દીકરાને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા.

ત્યાંથી વધુ સારવાર માટે દીકરાને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન માસુમ બાળકે અંતિમ શ્વાસ લીધા હતા. માત્ર બે વર્ષના દીકરાનું મોત થતા જ પરિવારના સભ્યો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટના દરેક માતા-પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઘરમાં ફળિયામાં રમતા 2 વર્ષના માસુમ બાળકને એવું દર્દનાક મોત મળ્યું કે… સાંભળીને રુવાડા બેઠા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*