પાંચમા માળેથી 2 વર્ષની નાનકડી એવી બાળકી અચાનક જ નીચે પડી, પછી તો નીચે ઉભેલા યુવકે… વિડીયો જોઈને તમે પણ ચોકી ઉઠશો…

સોશિયલ મીડિયા પર દરરોજ હજારો પ્રકારના વિડીયો વાયરલ થાય છે, પરંતુ કેટલાક વિડિયો ખૂબ જ આશ્ચર્યજનક હોય છે. આવો જ એક ચોકાવનારો વિડિયો આજકાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેને જોયા પછી તમારો આત્મા કંપી જશે, આ વીડિયોમાં એક વ્યક્તિ ખૂબ જ ઊંચી ઇમારત પરથી નીચે પડી રહેલી છોકરીને પકડીને બચાવતો જોવા મળી રહ્યો છે.

તમે ફિલ્મોમાં આવા ઘણા દ્રશ્યો જોયા હશે, જેમાં હીરો બાળકોને અથવા છત પરથી પડતા લોકોને બચાવતો જોવા મળે છે. પરંતુ આ વીડિયોમાં રીયલ લાઈફ હીરો જોવા મળી રહ્યો છે, આ વિડીયો ચીનના ઝેજિયાંગ પ્રાંતનો જણાવવામાં આવી રહ્યો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર હીરો બનીને છોકરીને બચાવનાર વ્યક્તિનું નામ શેન ડોંગ જણાવવામાં આવી રહ્યું છે. તે વ્યક્તિ વાસ્તવમાં તેની કાર રસ્તા પર પાર્ક કરી રહ્યો હતો, જ્યારે તેણે બે વર્ષની છોકરીને અચાનક પાંચમા માળની બારીમાંથી પડતી જોઈ અને તેનો જીવ બચાવ્યો.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક પુરુષ અને એક મહિલા રોડની બાજુમાં ઊભા છે. આ દરમિયાન જ્યારે અચાનક બંનેની નજર પડી જાય છે તો તેઓ આગળ દોડે છે. એક વ્યક્તિ લપસે છે, પછી થોડીક સેકન્ડમાં જોવા મળે છે કે ઉપરથી એક નાની છોકરી પડી જાય છે, જેને વ્યક્તિ પકડી લે છે.

આ રીતે છોકરીનો જીવ બચી જાય છે, નહીં તો તે જે ઊંચાઈ પરથી પડી હતી તેના કારણે તે પોતાનો જીવ ગુમાવી શકતી હતી. આ વિડીયો ચીનના સરકારી અધિકારી લિજિયન ઝઓએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. તેર સેકન્ડનો આ વિડીયો હૃદય સ્પર્શી છે, જેને અત્યાર સુધીમાં 89 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે.

જ્યારે હજારો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે અને વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી છે. કેટલાક છોકરીનો જીવ બચાવનાર વ્યક્તિને રિયલ હીરો ગણાવ્યો છે, તો કેટલા કે લખ્યું છે કે રિયલ હીરો માત્ર ફિલ્મોમાં જ નથી હોતા તે વાસ્તવિક દુનિયામાં પણ હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*