સલામ છે હો આ ભાઈને..! પોતાનો જીવ જોખમમાં મૂકીને આ વ્યક્તિ ઊંચાઈ પર એવું કામ કરી રહ્યો છે કે… વીડિયો જોઈને હૃદયના ધબકારા વધી જશે…

Published on: 3:10 pm, Mon, 24 April 23

જો તમને લાગતું હોય કે તમારી નોકરી સુરક્ષિત નથી, જો તમે ખાનગી નોકરી કરો છો તો તમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી શકે છે. તો પછી જે લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને પોતાનું કામ કરે છે તેમના વિશે શું કહેવું. દરરોજ તેઓ તેમના મૃત્યુથી ડરે છે, તેમની સરખામણીમાં દેખીતી રીતે તમારી નોકરી સુરક્ષિત રહેશે, કારણકે ફક્ત નોકરીમાંથી કાઢી નાખવાનો ડર છે તમારા જીવ ગુમાવવાનો કોઈ ભય નથી.

ઈલેક્ટ્રિશિયન એવા ઘાતક કામ કરે છે જો કોઈ ખામી હોય તો તેઓ કોઈપણ ડર વગર હજારો વોલ્ટ ના વાયર પર ચઢી જાય છે. આજકાલ આને લગતો એક સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમે ચોક્કસપણે સમજી શકશો કે ઇલેક્ટ્રિશિયન નું કામ કેટલું જોખમી છે.

વાસ્તવમાં આ વીડિયોમાં એક ઈલેક્ટ્રિશિયન જાડા ઇલેક્ટ્રીક વાયર પર એવી રીતે ચાલી રહ્યો છે કે જાણે વાંદરો ચાલી રહ્યો હોય. નવાઈની વાત એ છે કે નીચે એક ઊંડી ખાઈ છે, ત્યાંથી પડી ગયા પછી તેનું શું થશે તે ભગવાન જ જાણે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે તે નીચે ઊંડી ખાય જેવું લાગે છે, જ્યારે ઉપર જાડા ઈલેક્ટ્રીક વાયર છે.

જેના પર એક વ્યક્તિ આગળ વધી રહ્યો છે, તેના માટે ઉપર મૃત્યુ છે અને નીચે મૃત્યુ છે. જો ભૂલથી ઈલેક્ટ્રિક કરંટ વાયર માં ચાલી જાય તો સ્વાભાવિક છે, કે તેણે શણભરમાં જીવ ગુમાવ્યો હોત અને જો તે ઉપરથી પડી ગયો હોત તો પણ તેના જીવનનું જોખમ હતું.

પરંતુ તેમ છતાં તે પોતાનું કામ કરી રહ્યો છે, જીવ હાથમાં રાખીને નોકરી કરી રહ્યો છે. રુવાડા બેઠા કરતો આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર @HowThingsWork_નામના આઈડી થી શેર કરવામાં આવ્યો છે. માત્ર 55 સેકન્ડ ના આ વિડીયો ને એક કરોડથી વધુ વખત જોવામાં આવ્યો છે.

જ્યારે બે લાખ 60 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. તે જ સમયે લોકોએ વીડિયો જોયા પછી અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી છે, લોકો તે ઇલેક્ટ્રિશિયન ને સલામ કરતા જોવા મળે છે અને સાથે કહે છે કે ઇલેક્ટ્રિશિયન નું કામ ખરેખર કેટલું જોખમી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સલામ છે હો આ ભાઈને..! પોતાનો જીવ જોખમમાં મૂકીને આ વ્યક્તિ ઊંચાઈ પર એવું કામ કરી રહ્યો છે કે… વીડિયો જોઈને હૃદયના ધબકારા વધી જશે…"

Leave a comment

Your email address will not be published.


*