ઓ..હો..હો..! ટ્રેનના ડબ્બા પર ચડીને સેલ્ફી લેવાના ચક્કરમાં મળ્યું દર્દનાક મોત… હિંમત હોય તો જ વિડિયો જોજો…

Published on: 3:13 pm, Mon, 24 April 23

બુધવારે સાંજે એકંગરસરાય રેલવે સ્ટેશન પાસે એક માલગાડી ના લગભગ 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટના માં આઠ બોગીને સંપૂર્ણ નુકસાન થયું હતું. ઘટના બાદ આજુબાજુના લોકોમાં ભારે હોબાળો મચી ગયો હતો, ઘટના બાદ આસપાસના લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.

જેમાં મોટી સંખ્યામાં કિશોરો અને યુવાનો પણ હતા. આ દરમિયાન કેટલાક લોકો ગુડ્સ ટ્રેન ના પડી ગયેલા ડબ્બા પર ચઢી અને સેલ્ફી લેવા લાગ્યા. ટ્રેનની ઉપર ઈલેક્ટ્રીક વાયર ના સંપર્કમાં આવતા એક કિશોરનું મોત થયું જેનો વિડીયો વાયરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે અચાનક વાયરના સંપર્કમાં આવવાથી ધડાકા સાથે આગ લાગે છે અને પછી જોરદાર અવાજ આવે છે.

મૃતક કિશોર ની ઓળખ કોસિયાવા ગામનો રહેવાસી 16 વર્ષીય સૂરજકુમાર તરીકે થઈ છે. કિશોર હજુ ભણતો હતો, ટ્રેન અકસ્માત બાદ તે તેના કેટલાક મિત્રો સાથે સેલ્ફી લેવા ગયો હતો. આ ઘટનામાં અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થઈને પડી ગયો હતો, તેને ખાનગી ક્લિનિકમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ પછી સારી સારવાર માટે પટના મોકલવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ઘટના સ્થળે હાજર લોકોમાં દોડધામ મચી ગઈ હતી, ઘણા લોકો બચાવવાનો પ્રયાસ કરતી વખતે પડી ગયા. નાસભાગને કારણે કેટલાક લોકોને સામાન્ય ઇજાઓ પણ થઈ હતી,

સ્થળ પર હાજર લોકોએ માલગાડીના ડબ્બા પર ચડી લાશને બહાર કાઢી હતી. આ પછી પોલીસે મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે સદર હોસ્પિટલ મોકલી આપ્યો હતો. ઘટના બાદ પરિવારજનોમાં ફફડાટ ફેલાયો છે, એકંગરસરાયના એસ. એચ.ઓ સંતોષ કુમારે જણાવ્યું કે માલગાડી ક્રશ થતા પોલીસ ત્યાં પહોંચી હતી.

કેટલાક લોકો ટ્રેનની ઉપર ચઢીને સેલ્ફી લઈ રહ્યા હતા, એક કિશોર નું મોત થયું છે. સદર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવ્યો છે અને પટનામાં એક યુવકની સારવાર ચાલી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો