ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી વિદ્યાર્થીઓના જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજમાં એમ.બી.બી.એસ.માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ગુરૂવારના રોજ હોસ્ટેલની રૂમમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી.
ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યું હતું. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઇ ગયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, મૃત્યુ પામેલા વિદ્યાર્થીએ ઇન્ટર્નલ ટર્મિનલ પરીક્ષાની તૈયારી થઈ ન હોવાથી તે ખૂબ જ ડિપ્રેશનમાં આવી ગયો હતો તેથી તેને આ પગલું ભર્યું હશે. મૃત્યુ પામેલા વિદ્યાર્થીનું નામ સેજાન બાબુભાઈ મન્સૂરી હતું.
તે ગાંધીનગરનો રહેવાસી હતો અને તે જામનગરમાં આવેલી એમ.પી.શાહ મેડીકલમાં MBBSમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. સેજાને ગુરૂવારના રોજ બપોરે તેના રૂમની સામે ખાલી રૂમમાં પંખા સાથે કપડું બાંધીને ગળાફાંસો ખાઇ લીધો હતો. આ ઘટનાની જાણ થતા જ મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓના મિત્રોએ ઘટનાની જાણ પોલીસને કરી હતી.
પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઇને પૂછપરછ શરૂ કરી હતી. ત્યારબાદ પોલીસે આ ઘટનાની જાણ મૃત્યુ પામેલા વિદ્યાર્થિનીના પરિવારજનોને કરી હતી. જવાન જોધ દીકરાના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
મળતી માહિતી અનુસાર પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, ઇન્ટરનેટ ટર્મિનલ પરીક્ષાની તૈયારી થઈ ન હોવાથી વિદ્યાર્થી ખૂબ જ ડિપ્રેશનમાં આવી ગયો હતો. ડિપ્રેશનમાં આવીને તેણે આ પગલું ભર્યું હશે તેવી માહિતી હાલમાં સામે આવી રહી છે. મૃત્યુ પામેલા વિદ્યાર્થી પાસેથી કોઇપણ પ્રકારનું સુસાઇડ નોટ મળી આવ્યું નથી. હાલમાં પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment