ભાવનગરમાં સાવ નાની એવી વાતમાં માત્ર 16 વર્ષની દીકરીનો જીવ લેવામાં આવ્યો, કાકાને બચાવવા જતા આરોપીએ ભત્રીજીને…

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે જીવ લેવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે ભાવનગર શહેરમાં બનેલી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વરલ ગામે સાવ નાની એવી બાબતમાં એક 16 વર્ષની દીકરીનો જીવ લઈ લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર ગામના પૂર્વ સરપંચને એક વ્યક્તિ સાથે બોલાચાલી અને તકરાર થઈ ગઈ હતી.

આ દરમિયાન ગુસ્સામાં ભરાયેલો આરોપી ધારદાર વસ્તુ કાઢીને ગામના પૂર્વ સરપંચનો જીવ લેવા માટે જતો હતો. ત્યારે કાકાને બચાવવા માટે ભત્રીજી વચ્ચે પડી હતી. આ દરમિયાન આરોપીએ 16 વર્ષની ભત્રીજી ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા. આ સમગ્ર ઘટના બનતા જ ગામના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. મળતી માહિતી અનુસાર સિહોર તાલુકાના વરલ ગામે ટાવરનું કામ ચાલુ હતું. ત્યારે ગઈકાલે રાત્રે એટલે કે ગુરૂવારના રોજ રાત્રે 10:00 વાગ્યાની આસપાસ વરલ ગામે રહેતો આરીફ નામનો વ્યક્તિ ટ્રેક્ટર લેવા માટે ગયો હતો. જ્યાં ગામના પૂર્વ સરપંચ લશ્કરભાઈ બારૈયા અને આરીફ વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી.

આ દરમિયાન ઉગ્ર બોલાચાલીમાં ગુસ્સામાં ભરાયેલા આરીફે પોતાની પાસે રહેલી ધારદાર વસ્તુ કાઢી હતી અને લશ્કરભાઈ ઉપર પ્રહાર કરવા માટે દોડ્યો હતો. આ દરમિયાન લશ્કર ભાઈના ભાઈ જગદીશભાઈ બારૈયાની દિકરી રાધિકા પોતાના કાકાને બચાવવા માટે વચ્ચે પડી હતી. આ દરમિયાન આરીફે રાધિકા ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા. આ કારણોસર તેનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું.

ઘટના કર્યા બાદ ગામના લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. વિગતવાર વાત કરીએ તો પોલીસે ગણતરીની કલાકમાં જ આરોપીઓને પકડી પાડ્યા છે. ગામમાં કોઈ અશાંતિ ઊભી ન થાય તે માટે પોલીસે બંદોબસ્ત પણ કરી દીધું છે. આ ઘટનાને લઈને પોલીસે કુલ છ આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસે મૃત્યુ પામેલા રાધિકાના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે શિહોરની સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું. આ ઘટનામાં આરોપી આરીફને પણ ઇજા પહોંચી હતી તેને ઇજાગ્રસ્ત હાલતમાં ભાવનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર જગદીશભાઈ બારૈયાને કોઈ દીકરો કે દીકરી ન હતી. જેથી તેમને પોતાના ભાઈ લશ્કરભાઈની દીકરી રાધિકાને દતક લીધી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*