સિહોરમાં ચૂલા પર રસોઈ બનાવતી વખતે 16 વર્ષની દીકરી ગંભીર રીતે દાઝી ગઈ, સારવાર દરમિયાન દીકરીનું કરૂણ મૃત્યુ…

હાલમાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક 16 વર્ષની દીકરીએ દુનિયાને અલવિદા કહી દીધી છે. મળતી માહિતી અનુસાર રસોઈ બનાવતી વખતે 16 વર્ષની દીકરી ગંભીર રીતે દાઝી ગઈ હતી. આ કારણોસર તેનું કરૂણ મૃત્યુ થયું છે.

આ ઘટના સિહોરના ગઢુલા ગામમાં બની હતી. ઘટના બનતા જ સમગ્ર ગામ અને પરિવારજનોમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. ગઢુલા ગામમાં રહેતા રમેશભાઈ ચૌહાણની 16 વર્ષીય દીકરી શિવાનીબેન રમેશભાઈ ચૌહાણ સાંજે 5.30 વાગ્યાની આસપાસ તેના ઘરે રસોઈ વાળા રૂમમાં ચૂલા પર રસોઈ બનાવી રહી હતી.

જ્યારે દીકરી રસોઈ બનાવી રહી હતી ત્યારે જુલાના તાપમાનથી એક તરફ તણખલું રસોડાના માળિયા પર લાગેલા સૂકા ઘાસના જથ્થામાં પડી ગયું હતું. આ કારણોસર રસોઈ વાળી રૂમમાં મોટા પ્રમાણમાં આગ લાગે ઉઠી હતી. ત્યારે માળિયામાં સળગેલા સૂકા ઘાસનો જતો રસોઈ બનાવી રહેલી શિવાનીના માથા પર પડ્યો હતો.

આ કારણોસર શિવાની ગંભીર રીતે દાઝી ગઈ હતી. રસોડામાં વધારે પડતો ધુમાડો નીકળતા અને શિવાનીની બૂમ સાંભળતા જ પરિવારના સભ્યો ત્યાં દોડી આવ્યા હતા. પાણી નાખીને રસોડામાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. ત્યારબાદ શિવાનીને સારવાર માટે સિહોરના સરકારી દવાખાનામાં લઇ જવામાં આવી હતી.

ત્યાં હાજર ડોક્ટરે 9.54 કલાકે શિવાનીને મૃત જાહેર કરી હતી. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. ઘટનાની જાણ થતા સોનગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*