સમગ્ર દેશભરમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ દિવસેને દિવસે બધી રહે છે. ખાસ કરીને આજકાલના યુવાનોને યુવતીઓ ઘણી વખત સાવ નાની નાની એવી બાબતમાં સુસાઇડ જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી છે કે ઘટના સામે આવી છે. આ ઘટનામાં ધોરણ 11 માં અભ્યાસ કરતી દીકરીએ ઘરે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના બનતા જ પરિવારના લોકોમાં માતમ છવાઈ ગયો હતો.
ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના અજમેરના ક્રિશ્ચિયન ગંજ વિસ્તારમાં શુક્રવારના રોજ રાત્રિના સમયે બની હતી. મૃત્યુ પામેલી દીકરીનું નામ પારુલ શર્મા હતું અને તેની ઉંમર 16 વર્ષની હતી. શુક્રવારના રોજ રાત્રે એક વાગ્યાની આસપાસ દોરડા વડે ગળાફાંસો ખાઈને પારુલને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
સમગ્ર ઘટનાને લઈને પારુલ ના કાકાએ જણાવ્યું કે, પારુલના પિતા તેમના કામ માટે ભીલવાડા ગયા હતા. મોડી રાત્રે તે ઘરે આવવાના હતા. તેથી પરિવારના સભ્યો તેમની રાહ જોઈ રહ્યા હતા અને પારુલ નીચેના રૂમમાં એકલી હતી. જ્યારે પારુલની માતા અને નાનો ભાઈ ઉપરની રૂમમાં હતા. જ્યારે પારુલના પિતા રાહુલભાઈ ઘરે પહોંચે છે અને ત્યારબાદ તેઓ પારુલની રૂમનો દરવાજો ખખડાવે છે.
ઘણો લાંબો સમય થઈ ગયો પરંતુ પારુલે રૂમનો દરવાજો ખોલ્યો નહીં. ત્યારબાદ પિતાએ ઘરનો દરવાજો તોડીને રૂમની અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારે અંદરથી પારુલનું મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યું હતું. ત્યારબાદ પારુલને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.
સમગ્ર ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. મૃત્યુ પામેલી દીકરી પાસેથી કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ મળી આવી નથી. મૃત્યુ પામેલી દીકરીના પિતા નું કહેવું છે કે દીકરી પાસેથી મોબાઇલ ફોન લઈ લેવામાં આવ્યો હતો. મોબાઈલ પરત ન મળવાના કારણે તે ખૂબ જ ડિપ્રેશનમાં આવી ગઈ હતી અને તેને સુસાઇડ જેવું મોટું પગલું ભરી લીધું હતું.
હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. સમગ્ર ઘટનાને લઈને દીકરીના પિતાએ જણાવ્યું કે, પારુલ ભણવામાં ખૂબ જ હોશિયાર હતી અને છેલ્લા કેટલાય દિવસોથી તેને મોબાઇલને લત લાગી ગઈ હતી. તેથી પિતાએ 10-12 દિવસ પહેલા દીકરી પાસેથી મોબાઇલ લઈ લીધો હતો.
જેના કારણે તે ખૂબ જ ઉદાસ અને નર્વસ રહેવા લાગી હતી. ઘણી વખત તેને પોતાના માતા પિતા પાસે ફોન પાછો પણ માગ્યો હતો. પરંતુ મોબાઈલ મળ્યો નહીં અને દીકરીએ સાવ નાની એવી બાબતમાં સુસાઇડ જેવું મોટું પગલું ભરી લીધું હતું. સમગ્ર ઘટનાને લઈને હાલમાં પોલીસ કાર્યવાહી કરી રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment