મહિલાએ ખતરનાક સાપને ચપ્પલ માર્યું, ત્યારબાદ કંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને તમને પણ વિશ્વાસ નહીં આવે…

Published on: 6:10 pm, Sat, 26 November 22

આપણે સોશિયલ મીડિયા ઉપર અનેક વાયરલ થતા વીડિયો જોતા હશો. અમુક વીડિયો જોઈને આપને હસવું આવી જતું હોય છે અથવા તો અમુક વીડિયો જોઈને આપણે ચોકી જતા હોઈએ છીએ. સોશિયલ મીડિયામાં ક્યારે શું વાયરલ થાય તે કોઈને કંઈ ખબર રહેતી નથી. ત્યારે સોશિયલ મીડિયામાં હાલમાં એક સાપનો વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ પહેલા તમે સાપના ઘણા વિડીયો જોયા હશે. પરંતુ આવો વિડિયો તમે પહેલીવાર આજે જોશો. વીડિયોમાં જોઈ શકો છો કે, એક મહિલા સાપ ઉપર ચંપલ ફેંકે છે તો સાપ તે ચંપલ લઈને ભાગી જાય છે. આ વાત સાંભળીને તમને વિશ્વાસ નહિ આવે પરંતુ આ ઘટના હકીકતમાં બનેલી છે. જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ વિડીયો ક્યાંનો છે અને ક્યારનો છે તેની કોઈપણ માહિતી સામે આવી નથી તેથી આ વીડિયોની અમે કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતા નથી. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકો છો કે, એક ખતરનાક સાપને પોતાની તરફ આવતા જોઈને એક મહિલા ખૂબ જ ડરી જાય છે.

ડરના કારણે મહિલા પોતાનું ચંપલ કાઢીને સાપ ઉપર ફેકે છે અને સાપને દૂર ભગાડવાનો પ્રયાસ કરે છે.ત્યારે સાપ મહિલાનું ચંપલ લઈને ભાગી જાય છે. આ રમુજી દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા અને હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. વાયરલ થઈ રહેલો આ રમુજી વિડિયો ટ્વીટર પર IFS ઓફિસર PARVEEN KASWAN પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે.

અને કેપ્શન માં લખ્યું છે કે, હું આશ્ચર્યચકિત છું આ સાપ ચંપલ લઈને ભાગ્યો અને તેનું શું કરશે..? તેને પગ પણ નથી.વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા લોકો તો કોમેન્ટ બોક્ષમાં ખૂબ જ રમુજી કોમેન્ટ પણ કરી રહ્યા છે.

હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે સાપ પોતાના મોઢામાં ચંપલ લઈને ભાગ તો જોવા મળી રહ્યો છે. સાપને જોઈને ત્યાં હાજર મહિલાઓ પણ હસવા લાગે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મહિલાએ ખતરનાક સાપને ચપ્પલ માર્યું, ત્યારબાદ કંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને તમને પણ વિશ્વાસ નહીં આવે…"

Leave a comment

Your email address will not be published.


*