દેશના અનેક વિસ્તારોમાં સારો વરસાદી માહોલ જામ્યો છે. અનેક જગ્યાએ ભારે વરસાદ પડવાના કારણે પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી છે. આવી પરિસ્થિતિમાં ઘણી વખત દુર્ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ઈન્દોરમાં મંગળવારના રોજ સીઝનનો પહેલો ધોધમાર વરસાદ પડ્યો હતો.
જેના કારણે ઈન્દોરવાસીઓમાં ખુશીની લેહર જોવા મળી હતી. પરંતુ આ વરસાદ એક પરિવાર માટે દુઃખનો પહાડે લઈને આવ્યો હતો. કારણકે આ પરિવારનો 16 વર્ષનો દીકરો ગટરમાં તણાઈ જવાના કારણે તેનું કારણ મૃત્યુ નીપજ્યું છે. લગભગ 6 કલાકની ભારે મહેનતબાર બાળકના મૃતદેહને ગટરમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું.
દીકરાના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર મંગળવારના રોજ બપોરે લગભગ એક વાગ્યાની આસપાસ ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન પંચાલ ઇલેક્ટ્રોનીક્સની પાછળ એક ગટર ખુલ્લી હતી. ત્યારે 16 વર્ષે આર્યન નામનો બાળક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો.
આ દરમિયાન અચાનક આર્યનનો પગ લપસે છે. જેના કારણે તે પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયો હતો અને ગટરની અંદર પડ્યો હતો. આ ઘટનાની જાણ થતા આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
આર્યનને બચાવવા માટે એસડીઆઈઆરએફ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ બાળકની મદદ માટે ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ ઘટના બન્યા બાદ ગટરમાં બાળકની શોધખોળ શરૂ કરી દીધી હતી. મળતી માહિતી અનુસાર લગભગ ત્રણ કિલોમીટર દૂર બાળકનું મૃતદેહ એક નાળા માંથી મળી આવ્યું હતું.
દીકરાના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર લગભગ છ કલાક સુધી બાળકને બચાવવાનો રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું. પરંતુ છ કલાક બાદ બાળકનું મૃતદેહ મળી આવ્યું હતું. મૃત્યુ પામેલો બાળક એક સાયકલની દુકાન ઉપર કામ કરતો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment